Site icon

મુંબઈ ટેસ્ટમાં વિરાટ કોહલી માટે કયો ખેલાડી કુર્બાની આપશે

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

મંગળવાર.

ભારત અને ન્યુઝીલેન્ડ  વચ્ચે બીજી ટેસ્ટ મેચ મુંબઈ  માં રમાશે. આ દ્વારા વિરાટ કોહલી  વાપસી કરશે. તેણે કાનપુર  માં પ્રથમ ટેસ્ટમાંથી આરામ લીધો હતો. પરંતુ બીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાની સામે સમસ્યા એ છે કે વિરાટ કોહલીની પ્લેઈંગ ઈલેવનમાં કયો બેટ્‌સમેન આવશે? શ્રેયસ અય્યરની સદી અને ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે જેવા સિનિયર બેટ્‌સમેનોની નિષ્ફળતા બાદ આ પ્રશ્ન વધુ જટિલ બન્યો છે. તેમજ ભારતીય ટીમ પાંચમાંથી એકપણ બોલરને બાકાત રાખી શકતી નથી. આવી સ્થિતિમાં મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે અને શ્રેયસ અય્યરમાંથી કોઈ એકને બહાર જવું પડશે. ચેતેશ્વર પૂજારાની હાલત પણ સારી નથી. આ વર્ષે તેની રન-સ્કોરિંગ એવરેજ ૩૦.૪૨ છે જ્યારે વર્ષ ૨૦૨૦માં તે ૨૦.૩૭ હતી. આ રીતે તેઓ પણ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તેને ટેસ્ટ સદી ફટકાર્યાને ઘણો સમય થઈ ગયો છે. જાેકે, હોમ પિચો પર ચેતેશ્વર પૂજારાની સરેરાશ ૫૫.૩૩ છે. આવી સ્થિતિમાં તેની જગ્યા બચી શકે છે. ટીમ મેનેજમેન્ટ પૂજારાને ઓપનિંગ કરવાનો ર્નિણય પણ લઈ શકે છે. પૂજારા આ પહેલા પણ કરી ચૂક્યો છે. ઓપનર તરીકે છ ઇનિંગ્સમાં તેણે ૧૧૬ની એવરેજથી રન બનાવ્યા છે અને માત્ર ત્રણ વખત આઉટ થયો હતો. દરેક વખતે તેણે ભારતીય ઉપખંડની પીચો પર ઓપનિંગ કર્યું છે. મયંક અગ્રવાલ અને શુભમન ગિલને પણ પડતો મૂકવામાં આવી શકે છે. કોઈપણ રીતે, બંને ઓપનર તરીકે પ્રથમ પસંદગી નથી. રોહિત શર્મા અને કેએલ રાહુલની ગેરહાજરીને કારણે બંને રમી રહ્યા છે. મયંક જાન્યુઆરી ૨૦૨૧ પછી પ્રથમ વખત ટેસ્ટ રમ્યો હતો પરંતુ તે મોટા રન બનાવી શક્યો નહોતો. દરમિયાન, શુભમન ગિલ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ પછી પ્રથમ ટેસ્ટ રમ્યો હતો. તેણે પ્રથમ દાવમાં ફિફ્ટી ફટકારી હતી. પરંતુ બીજા દાવમાં તે સસ્તામાં આઉટ થયો હતો. જાે ટીમ મેનેજમેન્ટ પૂજારા સાથે ઓપનિંગ કરવાનો ર્નિણય લે છે, તો મયંક અને ગિલમાંથી કોઈ એકને બહાર જવું પડશે. શ્રેયસ ઐય્યરે તેની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ કાનપુરમાં રમી અને છાપ ઉભી કરી. તેણે પ્રથમ ટેસ્ટની બે ઇનિંગ્સમાં સદી અને અડધી સદી ફટકારી હતી. આવી સ્થિતિમાં તેમના બહાર જવાની શક્યતા ઓછી છે. પરંતુ ૨૦૧૬માં જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ભારત આવી ત્યારે કરુણ નાયરે ચેન્નાઈમાં ત્રેવડી સદી ફટકારી હતી. પરંતુ તેને આગામી ટેસ્ટમાંથી બહાર જવું પડ્યું હતું. આવી સ્થિતિમાં અય્યરને પણ જવું પડી શકે છે. જાે આમ થશે તો યુવા બેટ્‌સમેન સાથે અન્યાય થશે. ભારતીય ટીમે કાનપુર ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ સામે ૨૮૪ રનનો પડકાર રાખ્યો છે. આમ ભારતીય ટીમ આમ મજબૂત સ્થિતીમાં જાેવા મળી રહી છે. ન્યુઝીલેન્ડ ચોથા દિવસની રમતના અંતે ૪ રનના સ્કોર પર એક વિકેટ ગુમાવી ચુક્યુ છે. સૌથી પહેલા તો અજિંક્ય રહાણે પર જ તલવાર લટકી રહી છે. કાનપુર ટેસ્ટની બંને ઇનિંગ્સમાં તે નિષ્ફળ રહ્યો હતો અને ફિફ્ટી પણ ફટકારી શક્યો નહોતો. આ સાથે વર્ષ ૨૦૨૧માં પણ તેનું ખરાબ પ્રદર્શન ચાલુ છે. રહાણેની આ વર્ષે ૧૨ ટેસ્ટમાં રન-સ્કોરની સરેરાશ માત્ર ૧૯.૫૭ છે. ઘરઆંગણે તેનો રેકોર્ડ ઘણો ખરાબ થઈ જાય છે. ઘરઆંગણે ઓછામાં ઓછી ૩૨ ટેસ્ટ રમી ચૂકેલા ભારતીય બેટ્‌સમેનોમાં માત્ર મન્સૂર અલી ખાન પટૌડી અને મોહિન્દર અમરનાથ રહાણેથી પાછળ છે. રહાણેની ભારતીય પિચો પર સરેરાશ ૩૫.૭૩ છે. વર્ષ ૨૦૧૮માં જ્યારે ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકાના પ્રવાસે ગઈ હતી ત્યારે રહાણેને ખરાબ પ્રદર્શનને કારણે બહાર કરવામાં આવ્યો હતો. આ ફરીથી જાેઈ શકાય છે.

પોર્ટુગલની ફુટબોલ ટીમ આવી કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનની ચપેટમાં, એક બે નહીં પણ આટલા બધા ખેલાડીઓ થયા સંક્રમિત 

Ishan Kishan: ઈશાન કિશનની તોફાની ઈનિંગ બાદ સૂર્યાએ કેમ લીધી તેની ‘ફિરકી’? કેપ્ટનનો જવાબ સાંભળીને તમે પણ હસી પડશો
Saina Nehwal Retirement: ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલે બેડમિન્ટનમાંથી સત્તાવાર સંન્યાસ જાહેર કર્યો; ભારતીય સ્પોર્ટ્સના એક યુગનો અંત.
ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
Exit mobile version