258
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑક્ટોબર, 2021
બુધવાર
ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ વન-ડે અને ટેસ્ટ મૅચમાંથી સંન્યાસ લીધા બાદ હવે IPLને પણ અલવિદા કહેશે. ધોનીના ચાહકો માટે આ આંચકાજનક સમાચાર છે.
ચેન્નઈ સુપરકિંગ્સ (CSK)ના કૅપ્ટન એમએસ ધોનીએ 6 ઑક્ટોબરના રોજ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે આગામી વર્ષમાં તેમના ચાહકો તેમને અંતિમ વાર રમતા જોશે. તેઓ હવે એક જ વર્ષ માટે IPL સિઝન રમશે.
ચેન્નઈ સુપરકિંગ્સની 2022ની સિઝનથી પહેલાં થનારી મેગા લિલામી બાદ મોટા પરિવર્તનની શક્યતા છે. સંભાવના છે કે એમએસ ધોની અંતિમ વખત પીળી જર્સીમાં જોવા મળશે.
You Might Be Interested In