Site icon

એથ્લેટિક્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા  મોટી જાહેરાત, ગોલ્ડન બોય નીરજ ચોપરાની ઐતિહાસિક સિદ્ધિના માનાર્થે દર વર્ષે આ તારીખે ઉજવાશે ‘જેવેલીન થ્રો દિવસ’ ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 10 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

એથ્લેટિક્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા આજે એક મોટી જાહેરાત કરવામાં આવી છે.

એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે તે દર વર્ષે 7મી ઓગસ્ટ 'જેવેલીન થ્રો દિવસ' તરીકે ઉજવશે અને એ દિવસે દેશભરમાં એથ્લેટિક્સ રમતોની હરીફાઈઓ યોજશે. 

ફેડરેશનના ચેરમેન લલિત ભનોતે કહ્યું છે કે એથ્લેટિક નીરજની ઐતિહાસિક સિદ્ધિના માનાર્થે તેમજ ભાલાફેંક રમતને ઉત્તેજન આપવા માટે દર વર્ષે 7મી ઓગસ્ટને 'જેવેલીન થ્રો દિવસ' તરીકે ઉજવવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે નીરજ ચોપરાએ ગત 7 ઓગસ્ટે જેવેલીન થ્રોની હરીફાઈની ફાઈનલમાં 87.58 મીટર દૂર સુધી ભાલો ફેંકીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. 

ટ્રેક એન્ડ ફિલ્મ રમતોના વર્ગમાં ભારતે ઓલિમ્પિક ગેમ્સમાં આ પ્રથમ વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યો છે.

ચિરાગ પાસવાનને મળ્યો મોટો ઝટકો, કેન્દ્ર સરકારે આપ્યો આ આદેશ ; જાણો વિગતે

Ishan Kishan: ઈશાન કિશનની તોફાની ઈનિંગ બાદ સૂર્યાએ કેમ લીધી તેની ‘ફિરકી’? કેપ્ટનનો જવાબ સાંભળીને તમે પણ હસી પડશો
Saina Nehwal Retirement: ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલે બેડમિન્ટનમાંથી સત્તાવાર સંન્યાસ જાહેર કર્યો; ભારતીય સ્પોર્ટ્સના એક યુગનો અંત.
ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
Exit mobile version