ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
21 ઓગસ્ટ 2020
એમએસ ધોનીને પત્ર લખવાના એક દિવસ બાદ પીએમ મોદીએ નિવૃત્ત થયેલા ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાને પણ પત્ર લખ્યો છે. રૈનાએ આ જાણકારી પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા આપી છે. મોદીએ રૈનાના ફિલ્ડિંગની ખૂબ પ્રશંસા કરી હતી અને તેમને એક મહાન ક્રિકેટર ગણાવ્યો હતો. આ પછી, રૈનાએ પણ મોદીના પત્ર પર કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
રૈનાએ વડા પ્રધાનનો આભાર માનીને ટ્વીટમાં લખ્યું કે, ' મારા જેવા ખેલાડીઓ મેદાન પર દેશ માટે લોહી-પરસેવો વહેવડાવે છે. જ્યારે તેમની દેશના લોકો તરફથી અને ખાસ કરીને વડાપ્રધાન તરફથી પ્રશંસા કરવામાં આવે તો આનાથી વિશેષ કઈ ન હોઈ શકે. આગળ તેમણે લખ્યું હતું પ્રેરક શબ્દો અને શુભેચ્છાઓ બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર. જય હિંદ.’
પીએમ મોદીએ પત્રમાં લખ્યું કે, ગત 15 ઓગસ્ટે તમે તમારા જીવનનો સૌથી અઘરો નિર્ણય લીધો હતો. હું રિટાયરમેન્ટ શબ્દનો ઉપયોગ નથી કરવા માગતો કેમ કે તમે રિટાયર થવા માટે ખુજ નાના અને ઊર્જાવાન છે. ક્રિકેટના મેદાન બાદ હવે તમે તમારા જીવનની બીજી પારી માટે તૈયારી કરી રહ્યા છો. આ પેઢી તમને ફક્ત બેટ્સમેન તરીકે જ નહીં, પરંતુ બોલર તરીકે પણ યાદ રાખશે, કારણ કે તમે એક એવા બોલર છો કે જેના પર મોકો પડવા પર કેપ્ટન ભરોસો કરી શકતો હતો. તમારી ફિલ્ડીંગ શાનદાર હતી.
પીએમ મોદીએ પત્રમાં આગળ લખ્યું છે કે તમે એક સારા બેસ્ટમેન ઉપરાંત સારા બોલર પણ હતા. T-20 જેવા મુશ્કેલ ફોર્મેટમાં પણ તમારી સફળતા યાદ રાખવામાં આવશે. 2011ના વર્લ્ડ કપની જીતમાં તમારા યોગદાનને દેશ હમેશાં યાદ રાખશે. ઓસ્ટ્રેલિયાની સામે અમદાવાદના મોટેરામાં ક્વાર્ટર ફાઈનલ રમાઈ હતી. મેં તમારી તે જોરદાર ઈનિંગ જોઈ હતી. હું નસીબદાર છું કે મેં તમારી તે ઈનિંગ અને ક્લાસિક કવર ડ્રાઈવ જોયા છે. મોટેરા સ્ટેડીયમ અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામેના ક્વાર્ટર ફાઈનલમાં તમે જે ઇનીંગ રમી તે ટીમને વિેજેતા ભણી દોરી ગઇ હતી. આમ વડાપ્રધાને પ્રથમ વખત ટીમ ઇન્ડીયાના બે નિવૃત થતા ખેલાડીઓને ખાસ પત્ર લખીને ક્રિકેટ જગતમાં એક નવો સંદેશો આપી દીધો છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com