ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 18 ડિસેમ્બર 2021
શનિવાર.
સચિન તેંડુલકરની ગણતરી દુનિયાના મહાન બેટ્સમેનોમાં થાય છે. બે દાયકાથી વધુ સમય સુધી તેમણે ક્રિકેટ જગતમાં રાજ કર્યું છે. તેમની પાસે અપાર અનુભવ છે. તેઓ એક માત્ર એવા ખેલાડી છે, જેમણે ૧૦૦ ઇન્ટરનેશનલ સદી ફટકરી છે. તેમની સિક્સર ફટકારવાની કળાથી આખી દુનિયા અવગત છે. સચિને ટેસ્ટ ક્રિકેટમાં ૨૦૦ મેચ રમતા ૫૧ સદી ફટકારી છે. ત્યાં જ ૪૬૩ વન-ડે મેચોમાં ૪૯ સેન્ચ્યુરી ફટકારી છે. ફેન્સ તેમને પ્રેમથી માસ્ટર બ્લાસ્ટર કહીને બોલાવે છે. ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકાના પ્રવાસ પર છે જ્યાં ટીમ ઇન્ડિયાને ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ રમવાની છે. ૨૬ ડિસેમ્બરથી ટેસ્ટ સિરીઝ શરૂ થવાની છે. તેના પછી ટીમ ઇન્ડિયા ૧૯ જાન્યુઆરી ૨૦૨૨થી વન-ડે સિરીઝ રમવાની છે. બીસીસીઆઇ એ મોટો ર્નિણય લેતા વિરાટ કોહલીને વન-ડે ટીમના કેપ્ટન પદથી હટાવીને રોહિત શર્માને બનાવ્યો છે. હાલમાં ભારતીય ક્રિકેટ વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલી વિવાદથી ચર્ચામાં છે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો દબદબો આખી દુનિયા પર છે. બીસીસીઆઇ દુનિયાના સૌથી ધની બોર્ડમાંથી એક છે.
ભારત માં શું ખરેખર કાયદો આંધળો છે? ૫ વર્ષમાં આટલા દુષ્કર્મના આરોપીને ફાંસીની સજા ફટકારી
બીસીસીઆઈમાં ઘણા પૂર્વ દિગ્ગજ ક્રિકેટર્સ પોતાની સેવા આપી રહ્યા છે. પૂર્વ કેપ્ટન અને ધાકડ બેટ્સમેન સૌરવ ગાંગુલી બીસીસીઆઇના અધ્યક્ષ છે. એક સમયે ટીમ ઇન્ડિયાની દિવાલ કહેવાતા રાહુલ દ્રવિડ પણ વર્તમાનમાં મુખ્ય કોચ તરીકે સેવા આપે છે, વીવીએસ લક્ષ્મણ નેશનલ ક્રિકેટ એકેડમીના કોચ છે. હવે સૌરવ ગાંગુલીએ દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરને પણ ફરીથી ભારતીય ક્રિકેટ ટીમ સાથે જાેડાવાના સંકેત આપ્યા છે. સૌરવ ગાંગુલીએ એક યૂટ્યૂબ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, સચિન થોડા અલગ પ્રકારના વ્યક્તિ છે, તેઓ તમામ વસ્તુમાં પડવા નથી માગતા. જાે સચિન તેંડુલકર ભારતીય ક્રિકેટ સાથે કોઇ પણ રીતે જાેડાય છે તો આથી મોટી અને સારી ખબર કોઇ બીજી ન હોઇ શકે. તેમને કેવી રીતે સામેલ કરવાના છે. એ જાેવું પડશે. કારણ કે તમે ખોટા હોવ કે સાચા, તમે કંઇ પણ કરો વિવાદ તમારી સાથે જાેડાય જાય છે. તમને હંમેશાથી જ યોગ્ય પ્રતિભાને શોધવી પડશે અને સચિનને ટીમમાં લાવવા માટે રસ્તો શોધવો પડશે.