Amrutanjan Healthcare : અમૃતાંજન હેલ્થકેરે આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરતાં ઇલેક્ટ્રો+નું લો-સુગર વેરિયન્ટ લોન્ચ કર્યું, આ ખેલાડીને બનાવ્યો બ્રાન્ડ એમ્બેસેડર

Amrutanjan Healthcare : એક સમાન્ય પીણા કરતાં એનર્જીથી ભરપૂર આ પીણું સેલ્યુલર સ્તરે રિહાઇડ્રેટિંગમાં Electro+ની અસરકારકતા દર્શાવે છે. ફીચર વીડિયોમાં થાક સામે લડવા અને એનર્જીને પુનઃસ્થાપિત કરવામાં Electro+ના મહત્વ પર ભાર મૂકે છે, જે તેને સક્રિય જીવનશૈલીને વેગવાન બનાવવા મુખ્ય ભૂમિકા ભજવે છે.

by kalpana Verat
Amrutanjan Healthcare Amrutanjan Electro+ onboards Ruturaj Gaikwad as brand ambassador

 News Continuous Bureau | Mumbai  

Amrutanjan Healthcare : હેલ્થકેર અને વેલનેસ ઈન્ડસ્ટ્રીમાં પ્રચલિત અમૃતાંજન (Amrutanjan હેલ્થકેરે તેની પ્રોડક્ટ લાઇન અપનું વિસ્તરણ કરતાં Electro+નું લો સુગર વેરિઅન્ટ લોન્ચ કર્યુ છે. જે એનર્જી લેવલમાં વધારો કરવાની સાથે ડિહાઇડ્રેશન-થકાવટ સામે રક્ષણ આપતુ ઇલેક્ટ્રોલાઇટ પીણું છે. આ લોન્ચિંગની સાથે અમૃતાંજને ભારતીય ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડ ( Ruturaj Gaikwad ) ને Electro+ના બ્રાન્ડ એમ્બેસેડર ( brand Ambassador ) બનાવ્યા હોવાની જાહેરાત પણ કરી છે.

Electro+ની રચના અસરકારક સેલ-લેવલ હાઇડ્રેશન અને ઇલેક્ટ્રોલાઇટ્સની ભરપાઇ કરવાના હેતુ સાથે કરવામાં આવી છે, જે એનર્જીને પુનઃસ્થાપિત કરે છે, અને થાક દૂર કરવા ઉપયોગી બને છે. લો-સુગર વેરિઅન્ટની રજૂઆત સાથે, Electro+ એ સ્વાસ્થ્ય પ્રત્યે સભાન ગ્રાહકોને ખાંડ વિનાનું રિફ્રેશિંગ એનર્જી ડ્રિંક ( energy drink ) નો વિકલ્પ પુરો પાડે છે.

અમૃતાંજને ભારતીય ક્રિકેટના ઉભરતાં સ્ટાર ઋતુરાજ ગાયકવાડ સાથે ભાગીદારી કરતાં તેમને Electro+ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હોવાની જાહેરાત કરતાં લો સુગર વેરિયન્ટ લોન્ચ કર્યું છે. ઋતુરાજનું ક્રિકેટ પ્રત્યે સમર્પણ અને દમદાર પર્ફોર્મન્સ જાળવવાની પ્રતિબદ્ધતા Electro+ના આરોગ્ય અને તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાના મુખ્ય મૂલ્યો સાથે સુસંગત છે. બ્રાન્ડ એમ્બેસેડર તરીકે, ઋતુરાજ ગાયકવાડ Electro+ના લાભો દર્શાવવામાં અને ગ્રાહકોની એકંદરે સુખાકારી માટે હાઇડ્રેશન અને ઇલેક્ટ્રોલાઇટ સંતુલનને પ્રાથમિકતા આપવા પ્રોત્સાહિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.

બ્રાન્ડનું નવું TVC ડિહાઇડ્રેશન અને થાક દૂર કરવા અને શારીરિક પ્રવૃત્તિઓ રૂકાવટ વિના પૂર્ણ કરવા એનર્જી આપે છે. વધુમાં હાઇડ્રેટેડ રહેવા માટે Electro+નું મહત્વ પણ દર્શાવે છે. કોમર્શિયલ ફીચર્ચમાં ઋતુરાજ ગાયકવાડ ક્રિકેટના મેદાન પર એક્શનમાં દેખાય છે, દેખીતી રીતે થાકી ગયા હોય છે, જે બાદમાં આ એનર્જી ડ્રિંકના માધ્યમથી નવી એનર્જી સાથે રિફ્રેશ દેખાય છે. એક સમાન્ય પીણા કરતાં એનર્જીથી ભરપૂર આ પીણું સેલ્યુલર સ્તરે રિહાઇડ્રેટિંગમાં Electro+ની અસરકારકતા દર્શાવે છે. ફીચર વીડિયોમાં થાક સામે લડવા અને એનર્જીને પુનઃસ્થાપિત કરવામાં Electro+ના મહત્વ પર ભાર મૂકે છે, જે તેને સક્રિય જીવનશૈલીને વેગવાન બનાવવા મુખ્ય ભૂમિકા ભજવે છે.

આ સમાચાર પણ વાંચો : Ahmedabad: અમદાવાદ જી.પી.ઓ.ની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે યોજાશે ડાક અદાલત; આ તારીખ સુધી સ્વીકારશે ફરિયાદો..

Electro+નુ લો-સુગર વેરિયન્ટના લોન્ચિંગ અંગે અમૃતાંજન હેલ્થકેર લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી એસ. શંભુપ્રસાદે જણાવ્યું હતું કે, “અમૃતાંજન ખાતે અમે સ્વાસ્થ્ય અને આરોગ્ય સુખાકારીને પ્રોત્સાહન આપતા ઈનોવેટિવ ઉકેલો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ. Electro+ના લો સુગર વેરિઅન્ટની રજૂઆત અમારા ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે અમારા સમર્પણને રેખાંકિત કરે છે. અમૃતાંજન પરિવારમાં ઋતુરાજ ગાયકવાડને આવકારતાં આનંદિત છે, અને અમને વિશ્વાસ છે કે Electro+ સાથેનું તેમનું જોડાણ સમગ્ર ભારતમાં ગ્રાહકોની એનર્જી માટેની જરૂરિયાતો પૂરી પડશે.”

ઈલેક્ટ્રો+ માટે બ્રાંડ એમ્બેસેડર તરીકે રુતુરાજ ગાયકવાડની ભૂમિકાના મહત્વ અંગે અમૃતાંજન હેલ્થ કેર લિમિટેડના ચીફ માર્કેટિંગ ઓફિસર શ્રી મણિ ભગવતિશ્વરને કહ્યું હતું કે, “ઋતુરાજ ગાયકવાડ જુસ્સા અને સ્થિતિસ્થાપકતાની ભાવનાનું પ્રતિક છે, જે Electro+ના મુખ્ય મૂલ્યોને સંરેખિત છે. આ જોડાણ ઉપરાંત, જાગૃતિ વધારવા અને ઇલેક્ટ્રોલાઇટ ડ્રિંક્સના માધ્યમથી દિવસભર ઉત્સાહિત રહેવા અને થાકનો સામનો કરવા માટે અસરકારક માર્ગ શોધતા ગ્રાહકો માટે પસંદગીનું પીણું બનાવે છે. ઋતુરાજનું શ્રેષ્ઠ પ્રદર્શન માટેનું સમર્પણ ગ્રાહકો માટે Electro+ની મદદથી હાઇડ્રેશન અને ઇલેક્ટ્રોલાઇટ સંતુલનને પ્રાધાન્ય આપવાનું મહત્વ રજૂ કરે છે. ઋતુરાજ ગાયકવાડ સાથે સફળ ભાગીદારીની આશા રાખીએ છીએ અને ગ્રાહકોને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય અને વાઈટાલિટી માટે જરૂરી ઈલેક્ટ્રોલાઈટના સંતુલનની રોજિંદી આવશ્યકતા વિશે શિક્ષિત કરશે.”

આ જોડાણ પર શ્રી ઋતુરાજ ગાયકવાડે જણાવ્યું હતું કે, “હું અમૃતાંજન હેલ્થકેર સાથે તેની બ્રાન્ડ Electro+ માટે ભાગીદારી કરવા બદલ ઉત્સુક છું. હાઇડ્રેશન અને એનર્જી જાળવી રાખતું આ પીણું માત્ર મારા જેવા એથ્લેટ્સ માટે જ નહીં, પરંતુ દિનચર્યામાં તમામ લોકો માટે મહત્વપૂર્ણ છે. પર્યાપ્ત ઇલેક્ટ્રોલાઇટનું સંતુલન સુનિશ્ચિત કરવું એ પીક પર્ફોર્મન્સ અને એકંદરે આરોગ્ય તંદુરસ્ત રાખવા માટે જરૂરી છે, પછી ભલે કોઈ પણ ફિલ્ડમાં કાર્યરત વ્યક્તિ જુસ્સા અને એનર્જી સાથે રોજિંદા કાર્યોનું સંચાલન કરવા માટે અમૃતાંજન Electro+નો વિકલ્પ આપણી પાસે ઉપલબ્ધ છે. હું અપેક્ષા રાખું છું કે, વધુને વધુ લોકો જાગૃત્ત બનશે કે, કેવી રીતે યોગ્યપણે હાઇડ્રેટેડ થવાથી માત્ર મૂડ, યાદશક્તિ અને ધ્યાન જ નહીં પરંતુ એકંદરે સુખાકારીમાં પણ વધારો થાય છે.”

માર્કેટમાં Electro+ રેગ્યુલર અને લો-સુગર વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. જે ગ્રાહકો માટે થાક દૂર કરતાં એનર્જી લેવલ પનુઃસ્થાપિત કરતું રિફ્રેશિંગ બેવરેજ વિકલ્પ છે.

YouTube Link: https://www.youtube.com/watch?v=0fMxFZCOCTA

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed. 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More