News Continuous Bureau | Mumbai
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના (Hindi film industry) દિગ્ગજ અભિનેતા (veteran actor) અનુપમ ખેર (Anupam Kher) તાજેતરમાં બેડમિન્ટન ચેમ્પિયન (Badminton champion) પીવી સિંધુ (PV Sindhu) સાથે મુલાકાત કરી હતી અને તેને મળવા તેના ઘરે ગયા હતા.
અભિનેતા અનુપમ ખેરે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ (Social media account) પર બેડમિન્ટન સ્ટાર (Badminton star) પીવી સિંધુને મળવાનો એક પણ વીડિયો શેર કર્યો છે. જેમાં તે કહેતા જોવા મળે છે કે, અરે તારા ઘરમાં ટ્રોફીના કારણે જગ્યા બચી નથી. ટ્રોફી અને કપ આખા ઘરમાં રાખવામાં આવ્યા છે. આ સાંભળીને સિંધુ મોટેથી હસી પડી.
View this post on Instagram
આ સમાચાર પણ વાંચો: ડેડી ઉર્ફ ડોન અરુણ ગવળીનો ઝક્કાસ ડાન્સ, પરોલ પર બહાર આવેલો કુખ્યાત ડોન દીકરાના હલ્દી ફંકશનમાં નાચી ઉઠ્યો.. જુઓ વિડીયો
આ વીડિયોમાં અભિનેતાએ પીવી સિંધુના ઘરની સેર કરાવી હતી અને તે કેવું દેખાય છે તે બતાવ્યું હતું. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે તેનું આખું ઘર તેણે જીતેલી ટ્રોફીથી ભરેલું છે. તેના ઘરમાં હવે ટ્રોફીના કારણે જગ્યા બચી નથી. ટ્રોફી અને કપ આખા ઘરમાં રાખવામાં આવ્યા છે.
27 વર્ષની સિંધુ બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા છે. તેણે 2016 રિયો ગેમ્સમાં સિલ્વર અને 2021 ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) બ્રોન્ઝ (Bronze) જીત્યો હતો. બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth) દરમિયાન તેને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી, તેમ છતાં પણ તેણે ગોલ્ડ મેડલ જીત્યો હતો.