Arjun Tendulkar: સગાઈ પછી પહેલી જ મેચમાં અર્જુન તેંડુલકરે લીધી અધધ આટલી વિકેટ

Arjun Tendulkar સગાઈ પછી પહેલી જ મેચમાં અર્જુન તેંડુલકરે લીધી અધધ આટલી વિકેટ

News Continuous Bureau | Mumbai
Arjun Tendulkar સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે ૭ મહિના પછી સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછા ફરતા એક મેચમાં પાંચ વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું છે. તાજેતરમાં જ અર્જુન ની તેની ગર્લફ્રેન્ડ સાનિયા ચાંદોક સાથે સગાઈ થઈ છે. સગાઈ પછી ની આ તેની પહેલી જ મેચ હતી. આ સારા પ્રદર્શનથી તે ખૂબ ખુશ છે. અર્જુને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે, “બોલિંગમાં પહેલા જ બોલ પર વિકેટ લેવાનો આનંદ કંઈક અલગ જ હોય છે.” આ ઉપરાંત તેણે બીજી પોસ્ટમાં લખ્યું કે, “આ મેચમાં મેં પાંચ વિકેટ પૂરી કરી.”

ખાનગી સમારોહમાં થઈ સગાઈ

તાજેતરમાં જ અર્જુન તેંડુલકરે ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી સાનિયા ચંડોક સાથે સગાઈ કરી છે. આ સમારોહ તેમના ઘરે એકદમ ખાનગી રીતે યોજાયો હતો, જેમાં માત્ર નજીકના પરિવારના સભ્યો જ હાજર હતા. ૨૫ વર્ષીય અર્જુન તેંડુલકર હજુ પણ સ્પર્ધાત્મક ક્રિકેટમાં પોતાનો રસ્તો શોધી રહ્યો છે. તે ગોવા માટે પ્લેટ વન રણજી મેચ રમે છે. તેણે ૨૦૨૦-૨૧ માં મુંબઈ તરફથી રમીને કરિયરની શરૂઆત કરી હતી અને તે પછીના વર્ષથી તે ગોવા માટે લિસ્ટ એ અને ફર્સ્ટ ક્લાસ મેચ રમી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Girgaum: ગિરગામ માં ફિલ્મી સ્ટાઈલમાં અપહરણ અને લૂંટ, અંગડિયા ના કર્મચારીઓને બાંધીને કરી આટલા કરોડ ની ચોરી

આઈપીએલ (IPL) અને અન્ય રેકોર્ડ

અર્જુન આઈપીએલમાં પણ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી છેલ્લા ત્રણ સીઝનથી રમી રહ્યો છે. તેણે ૨૦૨૩ માં મુંબઈ ફ્રેન્ચાઈઝી તરફથી ડેબ્યૂ કર્યું હતું. તે મુંબઈ માટે ૫ મેચ રમ્યો છે જેમાં તેણે ૩ વિકેટ લીધી છે. ૧૯ રન આપીને ૧ વિકેટ તેની સર્વશ્રેષ્ઠ બોલિંગ છે. આ ઉપરાંત, પ્રથમ શ્રેણી ક્રિકેટમાં તેણે કુલ ૩૭ વિકેટ લીધી છે, જેમાં એક મેચમાં પાંચ વિકેટ લેવાનું પ્રદર્શન સામેલ છે. બોલિંગ ઉપરાંત, તેણે એક સદી સાથે કુલ ૫૦૦ થી વધુ રન પણ બનાવ્યા છે.