ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ. 7 ડિસેમ્બર 2021
મંગળવાર
બ્રિસબેનમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે તારીખ ૮મી ડિસેમ્બરથી પ્રથમ એશિઝ ટેસ્ટ મેચનો પ્રારંભ જવા જઈ રહ્યો છે. જે અગાઉ બંને ટીમોના કેપ્ટનોએ ટ્રોફીને લોન્ચ કરી હતી. ભારત સામે ગત વર્ષની બોક્સિગ ટેસ્ટ બાદ ટ્રાવિસ હેડને પડતો મૂકવામાં આવ્યો હતો. જાેકે ઓસ્ટ્રેલિયન કેપ્ટન કમિન્સ અને ટીમ મેનેજમેન્ટે તેને ઉસ્માન ખ્વાજાને સ્થાને તક આપી છે. સ્ટાર્કને પણ બોલિંગ આક્રમણમાં જારી રાખવામાં આવ્યો છે. તેની સાથે હેઝલવૂડ અને કમિન્સ ફાસ્ટ બોલિંગની કમાન સંભાળશે. ઓસ્ટ્રેલિયા છેલ્લી એશિઝ શ્રેણી જીત્યું હતુ. જ્યારે ઈંગ્લેન્ડને ૨૦૧૫ પછી પહેલી વખત એશિઝ જીતવાની આશા છે. જાેકે તેઓને ટીમ જાહેર કરવાની કોઈ ઉતાવળ નથી. રૃટે કહ્યું કે, અમારા માટે તમામ વિકલ્પો ખુલ્લા છે. ઓસ્ટ્રેલિયા ઃ હેરિસ, વોર્નર, લાબુશૅન, સ્મિથ, હેડ, ગ્રીન, કૅરી (વિ.કી.), કમિન્સ (કેપ્ટન), સ્ટાર્ક, લાયન, હેઝલવૂડ. ઈંગ્લેન્ડ ઃ રૃટ (કેપ્ટન), એન્ડરસન, બેરસ્ટો, બૅસ્સ, બ્રોડ, બર્ન્સ, બટલર, ક્રાવલી, હામીદ, લોરેન્સ, લેચ, મલાન, ઓવરટન, પૉપ, રોબિન્સન, સ્ટોક્સ, વોક્સ અને વૂડ.ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ સામેની એશિઝ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચના ત્રણ દિવસ પૂર્વે જ પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. પેઈને અચાનક કેપ્ટન્સી છોડયા બાદ અનિશ્ચિત સમય માટે બ્રેક લેવાની જાહેરાત કરતાં ઓસ્ટ્રેલિયાએ ફાસ્ટ બોલર પેટ કમિન્સને કેપ્ટન બનાવ્યો હતો. જ્યારે વિકેટકિપર તરીકે એલેક્સ કૅરીને ટીમમાં તક આપી છે.
India vs New Zealand 2nd test: મુંબઈ ટેસ્ટ મેચમાં ભારતની ભવ્ય જીત, ન્યુઝીલેન્ડને આટલા રનથી હરાવ્યું