Site icon

Asian Championship Trophy: ભારતે ચોથી વખત જીત્યો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ, ફાઇનલમાં મલેશિયાને આટલા ગોલથી આપી માત.. જાણો સંપુર્ણ વિગતો અહીં..

Asian Championship Trophy: એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ચૈન્નઇમાં ભારત અને મલેશિયા વચ્ચે ટક્કર થઇ હતી. ભારત ફાઇનલમાં જીત સાથે તેના ચોથા ખિતાબ માટે રમી રહ્યુ હતુ જ્યારે મલેશિયા પાસે તેના પ્રથમ ખિતાબની તક હતી. ભારતની આ પાંચમી ફાઇનલ હતી અને મલેશિયાની ટીમ તેની પ્રથમ ફાઇનલમાં રમી રહી હતી. ભારતે બીજા હાફમાં શાનદાર રમત સાથે જીત મેળવી હતી.

India became the champion of the Asian Champions Trophy for the record fourth time

Asian Championship Trophy: ભારતે ચોથી વખત જીત્યો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ, ફાઇનલમાં મલેશિયાને આટલા ગોલથી આપી માત.. જાણો સંપુર્ણ વિગતો અહીં..

News Continuous Bureau | Mumbai 

 Asian Championship Trophy: ભારતીય હોકી ટીમ ચોથી વખત એશિયન ચેમ્પિયન બની છે. શનિવારે 12 ઓગસ્ટે ચેન્નાઈમાં રમાયેલી રોમાંચક ફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ મલેશિયાને 4-3થી હરાવ્યું હતું. આ રીતે ટીમ ઈન્ડિયાએ આખી ટૂર્નામેન્ટમાં એકપણ મેચ હાર્યા વિના ચોથી વખત આ ખિતાબ જીત્યો હતો. ટીમ ઈન્ડિયાએ આ પહેલા 2018માં આ ખિતાબ જીત્યો હતો. ફાઇનલમાં ભારતનો સ્ટાર ખેલાડી આકાશદીપ સિંહ હતો, જેણે ટીમ માટે છેલ્લો ગોલ કર્યો હતો. હરમનપ્રીત સિંહની કપ્તાનીવાળી ભારતીય ટીમે આખી ટુર્નામેન્ટમાં 7 મેચ રમી અને માત્ર 6 માં જ જીત મેળવી. માત્ર એક મેચ ડ્રો રહી હતી.

Join Our WhatsApp Community

ટુર્નામેન્ટમાં શરૂઆતથી જ ભારતીય ટીમનો દબદબો જારી

ચેન્નાઈના મેયર રાધાકૃષ્ણન સ્ટેડિયમમાં છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલી આ ટુર્નામેન્ટમાં શરૂઆતથી જ ભારતીય ટીમનો દબદબો જારી રહ્યો હતો. ફાઈનલ પહેલા લીગ રાઉન્ડમાં તેનો સામનો મલેશિયા સામે થયો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ એકતરફી તેની ધોલાઈ કરી નાખી. ભારતીય ટીમની તે 5-0 થી જીત છતાં, ફાઈનલ મુશ્કેલ હોવાની અપેક્ષા હતી અને તે એવું જ બન્યું. મલેશિયાએ ટીમ ઈન્ડિયાને લાંબા સમય સુધી બેકફૂટ પર રાખ્યું હતું.

મેચની શરૂઆત ખૂબ જ કાંટાની રહી હતી અને બંને ટીમોમાંથી કોઈ પણ ડિફેન્સિવ રમતના મૂડમાં જોવા મળ્યું ન હતું. હુમલા ચાલુ રહ્યા પરંતુ ભારતને પ્રથમ સફળતા મળી જ્યારે જુગરાજ સિંહે 9મી મિનિટે પેનલ્ટી કોર્નરથી ગોલ કર્યો. જોકે, મલેશિયાને બરાબરી કરવામાં વધુ સમય લાગ્યો ન હતો અને 14મી મિનિટે અબુ કમલે તેના તરફથી ગોલ કર્યો હતો. ત્યાર બાદ મલેશિયાએ બીજા ક્વાર્ટરમાં બે ગોલ કરીને 3-1ની સરસાઈ મેળવી લીધી હતી. તેણે 18મી અને 28મી મિનિટે પેનલ્ટી કોર્નર પર ભારતીય ગોલ કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો : IND vs WI 4th T20I: ચોથી T20માં ભારતે વેસ્ટ ઈન્ડિઝને નવ વિકેટે હરાવ્યું; યશસ્વી-ગિલની કમાલ.. શ્રેણી 2-2ની બરાબરી પર… જાણો કેવી રહી આ રસપ્રદ મેંચ…

મલેશિયાએ બીજા ક્વાર્ટરમાં સારી શરૂઆત કરી હતી અને તેના વળતા હુમલામાં ભારતે તેની લય ગુમાવી દીધી હતી. મલેશિયાને ટૂંક સમયમાં પેનલ્ટી કોર્નર મળ્યો. રેફરીના આ નિર્ણય પર ભારતે તેનો એક રેફરલ પણ ગુમાવ્યો હતો. રહીમ રાજીએ આ પેનલ્ટી કોર્નરને કન્વર્ટ કરીને મલેશિયાને પ્રથમ વખત લીડ અપાવી હતી. ભારતને 21મી મિનિટે બરાબરી કરવાની તક મળી હતી પરંતુ વિવેક સાગરના જોરદાર શોટને મલેશિયાના ગોલકીપર હફિઝુદ્દીન ઓથમાને બચાવી લીધો હતો.

Shubman Gill: ટીમ ઇન્ડિયાનો પ્લાન બદલાયો: શુભમન ગિલ અચાનક ગુવાહાટી છોડીને મુંબઈ કેમ ગયો? જાણો તેના પાછળનું સચોટ કારણ.
Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Exit mobile version