Asian Games 2023 : ભારત માટે યાદગાર ક્ષણ, ભારતે બેડમિન્ટન સહિત આ બે રમતોમાં જીત્યા ઐતિહાસિક ગોલ્ડ મેડલ..

Asian Games 2023 : એશિયન ગેમ્સના 14માં દિવસે ભારતે નવો ઈતિહાસ રચ્યો છે. મેન્સ ડબલ્સ બેડમિન્ટનમાં પણ ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે. આવો અમે તમને આ મેચની સંપૂર્ણ વિગતો જણાવીએ.

Asian Games : India win historic gold medals in badminton, cricket and kabaddi

Asian Games : India win historic gold medals in badminton, cricket and kabaddi

News Continuous Bureau | Mumbai 

Asian Games 2023 : ચીનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારત ( India ) સતત નવો ઈતિહાસ રચી રહ્યું છે. એશિયન ગેમ્સના 14મા દિવસે પણ ભારતે મેડલ જીતવાનો સિલસિલો ચાલુ રાખ્યો છે. એશિયન ગેમ્સની બેડમિન્ટન સ્પર્ધામાં ( badminton competition ) ભારતના સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી ( Satviksairaj Rankireddy ) અને ચિરાગ શેટ્ટીએ ( Chirag Shetty ) દેશ માટે પ્રથમ ગોલ્ડ મેડલ ( Gold Medal ) જીતીને ઈતિહાસ રચ્યો છે. એશિયન ગેમ્સની બેડમિન્ટન સ્પર્ધામાં ભારતે પ્રથમ વખત ગોલ્ડ જીત્યો છે. ભારતીય બેડમિન્ટન જોડીએ હાંગઝૂમાં ( Hangzhou ) બિન્જિયાંગ ( Binjiang ) જિમ્નેશિયમ BDM કોર્ટ 1 ખાતે મેન્સ ડબલ્સની ( Men’s Doubles ) સ્પર્ધામાં દક્ષિણ કોરિયાના ( South Korea ) ચોઈ સોલગ્યુ અને કિમ વોન્હોને 21-18 અને 21-16થી હરાવ્યાં.

Join Our WhatsApp Community

મેચ રહી ખૂબ જ રોમાંચક

મેન્સ ડબલ બેડમિન્ટન ફાઈનલની પ્રથમ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી, જેમાં સોલ્ગ્યુ અને વોન્હોએ બ્રેક પર 11-9ની લીડ મેળવી હતી. પ્રથમ મેચમાં, રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી 15-18 ના સ્કોર સાથે હાર તરફ આગળ વધતા જોવા મળ્યા હતા, પરંતુ પછી તેઓએ શાનદાર વાપસી કરી અને સતત 6 પોઈન્ટ મેળવીને મેચને સંપૂર્ણપણે ફેરવી નાખી. આ ભારતીય જોડીએ સાથે મળીને મેચની 29મી મિનિટે સ્કોર 15-18થી 21-18 કરી દીધો હતો.

ભારતે બેડમિન્ટનમાં પણ જીત્યો ગોલ્ડ

ભારતીય જોડીએ બીજી મેચમાં પણ તેમની જીતનો સિલસિલો ચાલુ રાખ્યો હતો અને બીજી મેચના વિરામમાં 11-7ની મજબૂત લીડ મેળવી હતી. દક્ષિણ કોરિયાની જોડીએ અંતિમ મેચમાં છેલ્લીવાર વાપસી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય જોડીએ તેમને રોકવામાં સફળ રહી અને 27મી મિનિટમાં બીજી ગેમ 21-16થી જીતી લીધી. ફાઈનલ મેચમાં સતત બે ગેમ જીતીને આ ભારતીય જોડીએ એશિયન ગેમ્સ 2023માં બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો.

આ સમાચાર પણ વાંચો : World Cup: ભારતના આ શહેરનું નામ લેતા સાઉથ આફ્રિકાના ક્રિકેટરોને છૂટી ગયો પસીનો, યુઝર્સે લીધી મજા.. જુઓ વિડીયો..

મેન્સ ક્રિકેટમાં ( Cricket ) ભારતે ગોલ્ડ જીત્યો

મેન્સ ક્રિકેટમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેની સ્પર્ધા અફઘાનિસ્તાન સાથે હતી. પરંતુ વરસાદના કારણે આ મેચ પૂર્ણ થઈ શકી ન હતી. આથી ટીમ ઈન્ડિયાને રેન્કિંગના આધારે ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો.

કબડ્ડીમાં પણ ગોલ્ડ જીત્યો

બેડમિન્ટન અને ક્રિકેટ બાદ ભારતીય ટીમે કબડ્ડીમાં પણ ગોલ્ડ જીત્યો છે. ભારતીય પુરુષ ટીમે કબડ્ડીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે વિવાદોથી ભરેલી ફાઈનલ મેચમાં ઈરાનને 33-29થી હરાવ્યું હતું.

72 વર્ષમાં પ્રથમ વખત જીત્યા 100થી વધુ મેડલ

આમ એશિયન ગેમ્સમાં ભારતે હવે કુલ 102 મેડલ જીત્યા છે, જેમાં 27 ગોલ્ડ, 35 સિલ્વર અને 40 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે 72 વર્ષમાં પ્રથમ વખત ભારતે એશિયન ગેમ્સમાં 100થી વધુ મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે.

IPL 2026 Auction: IPL 2026 માટે રણમેદાન તૈયાર! ઓક્શન પછી કઈ ટીમ કેટલી શક્તિશાળી? જુઓ તમામ 10 ટીમોના લેટેસ્ટ લિસ્ટ.
IPL Auction 2026: IPL ઓક્શન ૨૦૨૬માં ઇતિહાસ રચાયો, ચેન્નઈ સુપર કિંગ્સે બે અનકેપ્ડ ખેલાડીઓને ₹૨૮.૪૦ કરોડમાં ખરીદીને સૌને ચોંકાવ્યા!
IPL Auction 2026: જમ્મુ-કાશ્મીરના આકિબ નબી પર ધનવર્ષા: દિલ્હી કેપિટલ્સે ₹૮.૪૦ કરોડમાં ખરીદીને સૌને ચોંકાવ્યા! જાણો, કોણ છે આ મેચ વિનર?
IPL Auction 2026: કઈ ટીમ કોને ટાર્ગેટ કરશે? પર્સમાં કેટલી રકમ, અને કોણ બનશે નવો કરોડપતિ?
Exit mobile version