ન્યુઝ કન્ટિન્યુઝબ્યુરો,
15 ફેબ્રુઆરી, ૨૦૨૨
મંગળવાર.
ઓસ્ટ્રેલિયા સામે રમાનાર ત્રીજી T20 મેચ પહેલા શ્રીલંકાને મોટો ઝટકો લાગ્યો છે.
મેચની શરૂઆતના થોડા સમય પહેલા જ ટીમનો લેગ સ્પિનર વાનિંદુ હસરંગા કોવિડ-19ની ઝપેટમાં આવી ગયો છે.
વાનિંદુ હસરંગા કોરોનાગ્રસ્ત થયા બાદ આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે.
આ કારણે તે હવે ત્રીજી મેચમાં રમી શકશે નહીં.
જેફરી વાન્ડરસે હસરંગાનું સ્થાન લેશે જે તેની ટીમ માટે બે મેચમાંથી પાંચ વિકેટ લેનાર અગ્રણી બોલર હતા.
ઉલ્લેખનીય છે કે છેલ્લા આઠ દિવસમાં શ્રીલંકન ટીમમાં આ ત્રીજો કોવિડ કેસ છે.