ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,14 જાન્યુઆરી 2022
શુક્રવાર.
નંબર વન ટેનિસ પ્લેયર જોકોવિચનો વિઝા ઓસ્ટ્રેલિયન સરકારે બીજી વખત રદ કરી દીધો છે.
હવે ઓસ્ટ્રેલિયાના ઈમિગ્રેશન મિનિસ્ટર એલેક્સ હોકે તેનો વિઝા ફરી રદ કરી દીધો છે
બીજી વખત વિઝા રદ થવાથી હવે યોકોવિચ પર ઓસ્ટ્રેલિયામાં ત્રણ વર્ષ માટે પ્રતિબંધની તલવાર લટકી રહી છે.
34 વર્ષીય ટેનિસ સ્ટાર જોકે હજી હાર માનવાના મૂડમાં નથી.તે આ નિર્ણય સામે વધુ એક અપીલ કરવા માંગે છે.
આમ છતા તેનુ ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમવુ મુશ્કેલ છે. કારણકે ટુર્નામેન્ટની 17 જાન્યુઆરીથી શરુઆત થવા જઈ રહી છે.
અગાઉ કોરોના રસી લીધા વગર ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેવા માટે પહોંચેલા યોકોવિકનો વિઝા પહેલી વખત કેન્સલ કરીને ઓસ્ટ્રેલિયન સરકારે તેને રેફ્યુજી માટેની હોટલમાં શિફ્ટ કરી દીધો હતો.
સીમા વિવાદ વચ્ચે ચીનને ઝટકો, ભારત પાસેથી 37 કરોડ ડોલરના ખર્ચે આ દેશ બ્રહ્મોસ મિસાઈલ ખરીદશે; જાણો વિગતે