ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,29 જાન્યુઆરી 2022
શનિવાર
ડેનિલ મેદવેદેવને ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલ મેચ રમ્યા પહેલા જ આયોજકોએ સજા ફટકારી છે.
ઓસ્ટ્રેલિયન ઓપનના આયોજકોએ યુએસ ઓપન ચેમ્પિયનને સજા તરીકે 8.2 લાખ રૂપિયાનો દંડ ચૂકવવા કહ્યું છે.
ડેનિલ મેદવેદેવને આ સજા ગ્રીસના સ્ટેફાનોસ સિત્સિપાસ સામેની સેમી ફાઈનલ મેચમાં ચેર અમ્પાયર સાથે ગેરવર્તન કરવા બદલ આપવામાં આવી છે.
યુએસ ઓપન ચેમ્પિયન મેદવેદેવે સેમિફાઇનલમાં સ્ટેફાનોસ સિત્સિપાસને 7-6 (5), 4-6, 6-4, 6-1થી હરાવ્યો છે.
જોકે, મેચ દરમિયાન તેણે ચેર અમ્પાયર સાથે અથડામણ કરી કારણ કે, તેને લાગ્યું કે સિત્સિપાસના પિતા તેમના પુત્રને કોચિંગ આપી રહ્યા છે જે નિયમોની વિરુદ્ધ છે.
મેદવેદેવ પોતાનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા બાદ આગામી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ જીતનાર ઓપન યુગમાં પ્રથમ ખેલાડી બનવાના ટ્રેક પર છે.
સ્કૂલ રીઓપન, મુંબઈ બાદ મહારાષ્ટ્રના આ શહેરમાં 1 ફેબ્રુઆરીથી ખુલશે શાળાઓ; જાણો વિગતે