276
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૦ નવેમ્બર 2021
શનિવાર.
T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના મેથ્યુ વેડનો કેચ છોડ્યા બાદ હસન અલીએ જોરદાર વાપસી કરી છે.
હસન અલીએ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનો રેકોર્ડ તોડ્યો હોવાનું કહેવાય છે.
હસન અલીએ બાંગ્લાદેશના નઝમુલ હુસૈન શાંતોને 219 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો.
જોકે હસન અલીએ આ ઝડપે બોલ ફેંક્યો ત્યારે ઘણા લોકો ચોંકી ગયા હતા, પરંતુ બાદમાં સ્પષ્ટ થયું કે સ્પીડ મેઝરિંગ મશીનમાં ખરાબીના કારણે આવું થયું હતું.
શોએબ અખ્તરે 2003ના વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે 161.3 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી.
હસન અલીએ પ્રથમ T20માં 4 ઓવરમાં માત્ર 22 રન આપીને 3 વિકેટ લીધી હતી. પાવરપ્લેમાં હસન અલીએ નઈમને આઉટ કર્યો અને પછી તેણે બાંગ્લાદેશના કેપ્ટન મહમુદુલ્લાહ અને નુરુલ હસનની વિકેટ પણ લીધી.
You Might Be Interested In