ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને છાતીમાં દુખાવો ઉપડતા ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તેમને કોલકત્તાની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સઘન સારવાર ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ ગાંગૂલીને હાર્ટએટેક આવ્યો હતો જેના કારણે તેમની એન્જીયોપ્લાસ્ટિ કરવામાં આવી હતી.