Site icon

બી.સી.સી.આઈ.એ ગયા વર્ષે કમાયા આટલા પૈસા, પાકિસ્તાન આની આસપાસ પણ નથી

BCCI records Rs 27,411 crore revenue during FY18-22

BCCI records Rs 27,411 crore revenue during FY18-22

 News Continuous Bureau | Mumbai

હવે તમે જાણો છો કે BCCI દુનિયાનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. ટીમ ઈન્ડિયાનું તાજેતરનું પ્રદર્શન ભલે ગમે તે હોય, પરંતુ મોટી કંપનીઓ ટીમ ઈન્ડિયા સાથે જોડાવા માટે ઉત્સુક છે. તાજેતરના વર્ષોમાં, બોર્ડ પર એટલા પૈસાનો વરસાદ થયો કે અન્ય બોર્ડને બીસીસીઆઈની ઈર્ષ્યા થવા લાગી છે. ખાસ કરીને પાકિસ્તાન,કે જેની આવક  બીસીસીઆઈની આવકની બિલકુલ આસપાસ પણ નથી. ખાસ કરીને આ વર્ષેની આવક ટીવી રાઈટ્સ વેચાયા બાદ તે છત ફાડીને ટોચ પર ગઈ છે. જો કે, તમારે જાણવું જોઈએ કે,ગયા વર્ષે BCCI સહિત અન્ય દેશોના બોર્ડે એક વર્ષમાં કેટલી કમાણી કરી છે એ.

Join Our WhatsApp Community

દસ દેશોમાં, શ્રીલંકા સૌથી ખરાબ બોર્ડ હતું, જેની વર્ષ 2021માં કુલ આવક આશરે 100 કરોડ ભારતીય રૂપિયા હતી, જ્યારે ઝિમ્બાબ્વેની વાર્ષિક આવક 113 કરોડ હતી. વિસ્ટિન્ડીઝ બોર્ડ આઠમા નંબરે રહ્યું અને તેણે વર્ષ 2021માં રૂ. 116 કરોડની કમાણી કરી, જ્યારે ન્યુઝીલેન્ડ એક વર્ષમાં રૂ. 210 કરોડની કમાણી કરવામાં સફળ રહ્યું, જે આ મામલે આ દેશો કરતાં ઘણું આગળ છે.

આ સમાચાર પણ વાંચો: કાચબા જમીન કરતાં સ્પાઈડરમેનની જેમ વધુ ઝડપથી દિવાલ પર ચઢવા લાગ્યાં… જુઓ તમે પણ…

વર્ષ 2021માં દક્ષિણ આફ્રિકા બોર્ડની વાર્ષિક કમાણી 485 કરોડ રૂપિયા હતી, પરંતુ આ જ સમયગાળામાં બાંગ્લાદેશની 802 કરોડ રૂપિયાની કમાણી આશ્ચર્યજનક હતી. આ દર્શાવે છે કે બાંગ્લાદેશની ક્રિકેટ અર્થવ્યવસ્થા બાકીના દેશની સરખામણીમાં કેટલી મજબૂત છે.

 

ટોચના ત્રણ દેશોમાં બીસીસીઆઈ ભલે બિગ બોસ હોય, પરંતુ બીજા નંબરે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (2843 કરોડ), ત્રીજા નંબર પર ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (2135 કરોડ) બીસીસીઆઈથી ઘણું પાછળ છે, પરંતુ જો ભારતીય ક્રિકેટની હાલત T20 વર્લ્ડ કપ જેવી રહેશે અને ઈંગ્લેન્ડનું વર્ચસ્વ આમ જ વધતું રહેશે ત્યારે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડની વાર્ષિક કમાણી BCCIની નજીક પહોંચે તો નવાઈ નહીં. આ હોવા છતાં, વર્ષ 2021 માં, BCCI ત્રણ હજાર સાતસો ત્રીસ કરોડની આવક એકત્રિત કરીને દસ દેશોમાં પ્રથમ સ્થાન મેળ્વ્યુ છે.

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version