ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑક્ટોબર, 2021
સોમવાર
ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહને હરિયાણા પોલીસે ગિરફ્તાર કર્યો હતો. આ વાત મીડિયાથી છુપાવવામાં આવી તેમ જ તેની ધરપકડ બાદ તેને છોડવામાં પણ આવ્યો છે. સોશિયલ મીડિયા પર અનુસૂચિત જાતિ સંદર્ભે આપણે આપત્તિજનક ટિપ્પણી કરવાના મામલામાં તેની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2020 દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર તેણે ક્રિકેટર રોહિત શર્મા સાથે વાતચીત દરમિયાન ક્રિકેટર યજુવેન્દ્ર ચહલ સંદર્ભે જાતિગત ટિપ્પણી કરી હતી એવો આરોપ છે. જોકે આવું થયા બાદ યુવરાજ સિંહે માફી માગી હતી. 16 ઑક્ટોબરના દિવસે યુવરાજ સિંહની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ હાઈ કોર્ટના નિર્દેશને આધારે તેનો છુટકારો થયો હતો.
શૉકિંગ! મુંબઈ-પુણે એક્સપ્રેસ પર થયો વિચિત્ર ઍક્સિડન્ટ : આટલા લોકોનાં ઘટનાસ્થળે મોત; જાણો વિગત
