News Continuous Bureau | Mumbai
કોમનવેલ્થ ગેમ્સમાં(Commonwealth Games) વિમેન્સ ક્રિકેટનો(Women's Cricket) આ વર્ષે સમાવેશ કરાયો છે. જોકે ભારતને તેના અભિયાનના પ્રારંભ અગાઉ જ ફટકો પડ્યો છે. ભારતની(India) બે મહિલા ક્રિકેટરને(two women cricketers) કોરોના(Corona) થતાં તેઓ રવિવારે ટીમના અન્ય સભ્યો સાથે બર્મિંગહામ(Birmingham) નથી જઈ શકી અને તેમને ભારતમાં જ રહેવાની ફરજ પડી છે. ભારતીય ક્રિકેટ બોર્ડના(Indian Cricket Board) અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ(Sourav Ganguly) અગાઉ મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીને કોરોના થયો હોવાની પુષ્ટિ કરી હતી. કોમનવેલ્થ ગેમ્સ પૂર્વે ભારતની વિમેન્સ ટીમે બેંગ્લોરમાં(Banglore) એનસીએમાં(NCA) પ્રેક્ટિસ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : રવિ શાસ્ત્રી નો ચોંકાવનારો ખુલાસો-કહ્યું આ ખેલાડીને કારણે ભારત વર્લ્ડ કપ હારી ગયું
રવિવારે ટીમ બર્મિંગહામ માટે રવાના થઈ રહી હતી તે અગાઉ બીજી એક ખેલાડીનો કોરોના ટેસ્ટ(Corona Test) રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આ બંને ખેલાડીઓ ભારતમાં જ રહેશે, તેમ ઓલિમ્પિક સંઘે(Olympic Association) જણાવ્યું હતું.
હવે આગામી ૩૧ જુલાઈએ ભારતની ટક્કર તેના કટ્ટર હરિફ પાકિસ્તાન(Pakistan) સામે થશે.