Comrades Marathon :ગર્વની ક્ષણ.. દુનિયાની સૌથી ટફ ગણાતી કોમરેડ મેરેથોનમાં મુંબઈના 20 વર્ષીય આનંદ લોંધેએ માઈલસ્ટોન હાંસલ કર્યો..

Comrades Marathon : આફ્રિકામાં કોમરેડ મેરેથોનમાં વિશ્વભરમાંથી હજારો મેરેથોનરો ભાગ લે છે. આ વર્ષે આ સ્પર્ધામાં 22 હજાર મેરેથોન દોડવીરોએ ભાગ લીધો હતો. રસપ્રદ વાત એ છે કે, ભારતમાંથી 323 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

by kalpana Verat
Comrades Marathon Anand Londhe, Youngest Indian Contingent Member, Achieves Milestone In The Historic Comrades Marathon In Durban, South Africa

News Continuous Bureau | Mumbai  

Comrades Marathon : દક્ષિણ આફ્રિકા ખાતે યોજાતી કોમરેડ્સ મેરેથોન, જેને ઘણીવાર અલ્ટીમેટ મેન રેસ તરીકે ઓળખવામાં આવે છે. તેને વિશ્વભરના દોડવીરો સૌથી મુશ્કેલ ગણતા હોય છે. કારણ કે આ રેસ 87.8 કિમીની હોય છે. આ રેસમાં ભાગ લેનાર લોકોને માત્ર 12 કલાકમાં રેસ પૂર્ણ કરવાની હોય છે. દર વર્ષે, ભારતના દરેક ખૂણેથી દોડવીરો કોમરેડ્સ રનમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકા જાય છે. આ વર્ષે, મુંબઈના 20 વર્ષીય આનંદ દીપક લોંધેએ વિશ્વની સૌથી મોટી અને સૌથી જૂની અલ્ટ્રા-મેરેથોન તરીકે ઓળખાતી કોમરેડ્સ મેરેથોન સફળતાપૂર્વક પૂર્ણ કરીને એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે.

Comrades Marathon Anand Londhe, Youngest Indian Contingent Member, Achieves Milestone In The Historic Comrades Marathon In Durban, South Africa

 

Comrades Marathon : મુંબઈના 20 વર્ષીય આનંદ લોંધેએ માત્ર 10:27:49 માં મેરેથોન સફળતાપૂર્વક પૂર્ણ કરી

પીટરમેરીટ્ઝબર્ગ થી ડરબન સુધીનું 87 કિલોમીટર (લગભગ 54 માઇલ)નું અંતર આવરી લેતી, કોમરેડ્સ મેરેથોન એથ્લેટ્સનું શારીરિક અને માનસિક બંને રીતે પરીક્ષણ કરે છે. આ રેસને વેલી ઓફ 1000 હિલ્સ કહેવામાં આવે છે. તે વ્યાપકપણે વિશ્વની સૌથી અઘરી અલ્ટ્રા મેરેથોન પૈકીની એક માનવામાં આવે છે. આ મેરેથોન ખૂબ જ અઘરી માનવામાં આવે છે કારણ કે તે સંપૂર્ણપણે પર્વતની ખીણોમાંથી પસાર થાય છે. આ કપરી દોડ પૂરી કરવામાં આનંદ લોંધેની નોંધપાત્ર સિદ્ધિએ દક્ષિણ આફ્રિકામાં ભારતને ગૌરવ અપાવ્યું છે. આનંદે માત્ર 10:27:49 માં મેરેથોન સફળતાપૂર્વક પૂર્ણ કરી.

આ સમાચાર  પણ વાંચો : T20 World Cup 2024: સપનું થયું ચકનાચૂર, પાકિસ્તાન મેચ રમ્યા વિના જ થઈ ડિસ્કવાલિફાઈ; આ ટીમની સુપર-8માં એન્ટ્રી ..

Comrades Marathon : અઘરી મેરેથોનમાં દોડવાનો શ્રેષ્ઠ અનુભવ

મહત્વનું છે કે આ વખતે કોમરેડ્સ રનમાં ઉપરની ટેકરીને કારણે 38 કિલોમીટરનું નક્કર ચઢાણ સામેલ હતું. આ વર્ષે, 23,000 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જે ભારતમાંથી સૌથી યુવા દોડવીર બન્યો હતો, તેનું કહેવું છે કે તે છેલ્લા 6 મહિનાથી આ રેસ માટે તાલીમ લઈ રહ્યો હતો. આ માટે તેણે લોનાવલામાં બે વખત 50 કિલોમીટર અને 65 કિલોમીટરની પ્રેક્ટિસ રન કરી, આ તેની અત્યાર સુધીની સૌથી લાંબી અને પ્રથમ આંતરરાષ્ટ્રીય રેસ છે. આનંદનું કહેવું છે કે 20 વર્ષની ઉંમરે વિશ્વની સૌથી અઘરી મેરેથોનમાં દોડવાનો શ્રેષ્ઠ અનુભવ છે. દરમિયાન આનંદના પિતા દીપક લોંધેનું કહેવું છે કે આનંદની ટ્રેનિંગ છેલ્લા 6 મહિનાથી ચાલી રહી હતી. આટલી નાની ઉંમરમાં તે કોમરેડ્સ દોડશે તેવું ક્યારેય વિચાર્યું ન હતું. 

Comrades Marathon Anand Londhe, Youngest Indian Contingent Member, Achieves Milestone In The Historic Comrades Marathon In Durban, South Africa

 

Comrades Marathon : ભારત સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવતા વિદેશી રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું 

કોમરેડ્સ મેરેથોન વિશ્વની સૌથી મોટી અને સૌથી જૂની અલ્ટ્રામેરેથોનમાંની એક છે. તે પ્રથમ 24 મે, 1921 ના ​​રોજ યોજાઈ હતી અને આ રેસનું 97મું વર્ષ હતું.પ્રથમ વિશ્વ યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જોકે બીજા વિશ્વયુદ્ધ અને કોવિડ-19 રોગચાળાથી પ્રભાવિત વર્ષ 2020-2021 દરમિયાન આ રેસ યોજાઇ નહોતી. આ  87.8 કિમીની મેરેથોન પૂર્ણ કરવા માટે 12 કલાકનો કટ ઓફ ટાઈમ આપવામાં આવે છે. આ મેરેથોનને વિશ્વની સૌથી અઘરી મેરેથોનમાં ગણવામાં આવે છે. 76 દેશોમાં કુલ 22645 સહભાગીઓએ ભાગ લીધો હતો. તેમાંથી 4741 એટલે કે 21% મિહલાઓ હતી. ભારત સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવતા વિદેશી રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે, જેમાં 342 દોડવીરોએ રેસમાં ભાગ લીધો હતો, જે અલ્ટ્રા-એન્ડ્યુરન્સ સ્પોર્ટ્સમાં દેશની વધતી જતી રુચિને દર્શાવે છે. 

Comrades Marathon : દોડવીરો માટે એક મોટું આકર્ષણ

જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 300,000 થી વધુ દોડવીરોએ રેસ પૂર્ણ કરી છે. આ મેરેથોન દરમિયાન જે વાતાવરણ પ્રવર્તે છે તે દોડવીરો માટે એક મોટું આકર્ષણ છે. રેસ દરમિયાન સ્થાનિક લોકો દ્વારા ટેન્ટ લગાવવામાં આવે છે. જ્યાં તેઓ ખાણી-પીણીની વ્યવસ્થા કરે છે. જેથી દોડવીરો માટે રેસ પૂર્ણ કરવામાં સરળતા રહે. મેરેથોન દરમિયાન, રસ્તામાં કોઈને ચક્કર આવે તો તાત્કાલિક મદદ પૂરી પાડવાની સંપૂર્ણ વ્યવસ્થા છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More