ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 સપ્ટેમ્બર 2020
ક્રિકેટ ચાહકો માટે નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે. વિશ્વમાં ભારે લડાયક અને થોડેગણે અંશે મેચ વિનીગ માટે અનલકી મનાતી સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમ ફરી એકવાર અનલકી સાબિત થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. સાઉથ આફ્રિકાનું ક્રિકેટ બોર્ડ વિખેરી દેવાયું છે. સાઉથ આફ્રિકાની ઓલિમ્પિક બોડીએ સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડનો કબ્જો લઇ લીધો છે. સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડ વિખેરાતા સાઉથ આફ્રિકાના ક્રિકેટ ટીમને ભારે મુશ્કેલી પડવાની સંભાવનાઓ જોવામાં આવી રહી છે. મુશ્કેલી એટલે જેવી તેવી નહી, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર પણ થઈ શકે છે. સાઉથ આફ્રિકાનું ક્રિકેટ બોર્ડ વિખારી દેવામાં આવતા હવે નિયોમો અનુસાર ICC, સાઉથ આફ્રિકાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર કરી શકે છે…
નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમ પહેલા પણ લાંબો ક્ષેત્ર સન્યાસ લઇ ચૂકી છે અને લાંબા ઇન્તજાર પછી પાછી ફરેલી સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમ ફરી એક વખત અંધકારમય ભાવિ તરફ આગળ વધી રહી છે.