News Continuous Bureau | Mumbai
ટેસ્ટ મેચનો(Test match) ટ્વેંટી ટ્વેંટી મેચે(20-20Match) ખો કરી નાખ્યો હોવાનું અનેક લોકોનું માનવું છે. હવે ટ્વેન્ટી ટ્વેન્ટી બાદ ક્રીકેટનું(Cricket) ફરી એક નવું ફોર્મેટ(New format) ધ સિક્સટી(The Sixty) બહાર આવ્યું છે. ધ સિક્સટી લીગના(The Sixty League) નિયમો સામાન્ય મેચ કરતાં તદ્દન અલગ હશે. આ લીગમાં એક મેચ 10 ઓવરની હશે અને ટીમ પાસે માત્ર છ વિકેટ હશે. પ્રથમ પાંચ ઓવર એક છેડેથી નાખવામાં આવશે, જ્યારે પછીની પાંચ ઓવર બીજા છેડેથી નાખવામાં આવશે.
વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ(West Indies Cricket) T10 લીગમાં ક્રાંતિ લાવવાની તૈયારી કરી રહ્યું છે. કેરેબિયન પ્રીમિયર લીગ(Caribbean Premier League) હેઠળ 10 ઓવરની મેચોવાળી લીગ લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે, જેના નિયમો તદ્દન અલગ હશે. તેનું નામ ધ સિક્સ્ટી રાખવામાં આવ્યું છે. આ લીગમાં મહિલાઓની ત્રણ ટીમ(Women team) અને પુરૂષ ક્રિકેટ ખેલાડીઓની(Cricketers) ત્રણ ટીમો ભાગ લેશે. આ લીગ ક્રિકેટના ઉત્સાહને નવા સ્તરે લઈ જઈ શકે છે. આ લીગની પ્રથમ સીઝનનો ટાઇટલ સ્પોન્સર(Title Sponsor) સ્કાય એક્સ(Sky X.) હશે.
આ સમાચાર પણ વાંચો : મિતાલી રાજ બાદ હવે આ ભારતીય મહિલા ખેલાડીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી- જાણો વિગતે
આ લીગ 24મી ઓગસ્ટથી શરૂ થશે અને 28મી ઓગસ્ટ સુધી ચાલશે. જો આ લીગને પ્રથમ સિઝનમાં પ્રેક્ષકોનો સારો સપોર્ટ મળશે તો આગામી સિઝનમાં મેચોની સંખ્યા વધી શકે છે. ધ સિક્સ્ટી લીગના નિયમો જાણવા જેવા છે.
ધ સિક્સટી લીગમાં દરેક ટીમની છ વિકેટ હશે. કોઈપણ ટીમની છઠ્ઠી વિકેટ પડતાની સાથે જ દાવનો અંત આવશે અથવા 10 ઓવર પૂર્ણ થયા બાદ દાવ પૂર્ણ થશે.
આ લીગમાં દરેક ઓવર પછી બોલરની ધાર બદલાશે નહીં. પ્રથમ પાંચ ઓવર એક છેડેથી અને બાકીની પાંચ ઓવર બીજા છેડેથી હશે. કોઈપણ બોલર બે ઓવરથી વધુ બોલિંગ કરી શકશે નહીં.
સામાન્ય રીતે દરેક મેચમાં બે પાવરપ્લે(Powerplay) હશે, પરંતુ બેટિંગ(Batting) કરનાર ટીમ પ્રથમ બે ઓવરમાં બે સિક્સર ફટકારીને ત્રીજો પાવરપ્લે પણ લઈ શકે છે.
જો ટીમ 45 ઓવરની અંદર તમામ 10 ઓવરો ફેંકવામાં અસમર્થ હોય, તો છેલ્લી ઓવરમાં એક ફિલ્ડર ઘટાડવામાં આવશે અને ફિલ્ડિંગ ટીમના માત્ર 10 ખેલાડીઓ જ મેદાનમાં રહેશે.
ચાહકોને એપ અથવા વેબ સાઈટ(Web site) દ્વારા મિસ્ટ્રી ફ્રી હિટ્સ(Mystery Free Hits) માટે મત આપવાનો અધિકાર પણ હશે. મિસ્ટ્રી ફ્રી હિટ એ સમય હશે જેમાં બેટ્સમેન અણનમ રહેશે.