ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે 2021
ગુરૂવાર
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ એક ગંભીર આરોપ માં ફસાયો છે. અમદાવાદના વેજલપુર માં રહેતા એક સિનિયર સિટીઝન દંપતીએ દાવો કર્યો છે કે ઇરફાન પઠાણના તેમની પુત્રવધૂ સાથે અનૈતિક સંબંધ છે. પોતાના આરોપ ને ગોળ આપતાં તેમણે એક વીડિયો વાયરલ કર્યો છે. આ વિડીયો અને whatsapp ગ્રુપમાં અત્યારે ફરી રહ્યો છે.
નિવૃત્ત પોલીસ કર્મચારીનો આરોપ છે કે તે નિવૃત્ત થઈ ગયો ત્યાર બાદ પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેને બોલી ને દબડાવતા હતા. ઉલ્લેખનીય છે કે આરોપ કરનાર પોલીસ કર્મચારીની પુત્રવધુએ પોલીસ સ્ટેશનમાં સાસરિયાઓ વિરુદ્ધ એટ્રોસિટી ની ફરિયાદ નોંધાવી છે.
સુરક્ષાદળોએ આતંકીઓના મનસૂબા નિષ્ફળ બનાવ્યા, 3 આતંકીઓ ઠાર કરાયા
આ સમગ્ર વિષય સંદર્ભે અત્યાર સુધી ઇરફાન પઠાણ તરફથી કોઈપણ ખુલાસો આવ્યો નથી. અનેક મીડિયા હાઉસ એ આ વિષય સંદર્ભે સમાચાર પ્રસારિત કર્યા છે.