Site icon

Rinku Singh extortion case: ક્રિકેટ જગતમાં સનસનાટી: રિંકુ સિંહ અને ઝીશાન સિદ્દીકી ને D-કંપનીના નામે ધમકી, ₹ ૫ કરોડની ખંડણી રેકેટનો પર્દાફાશ

મુંબઈ: ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીને નિશાન બનાવતા એક મોટા ખંડણી રેકેટનો પર્દાફાશ થયો છે

Rinku Singh extortion case ક્રિકેટ જગતમાં સનસનાટી રિંકુ સિંહ અને ઝી

Rinku Singh extortion case ક્રિકેટ જગતમાં સનસનાટી રિંકુ સિંહ અને ઝી

News Continuous Bureau | Mumbai

Rinku Singh extortion case મુંબઈ: ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીને નિશાન બનાવતા એક મોટા ખંડણી રેકેટનો પર્દાફાશ થયો છે. આ રેકેટના તાર કથિત રીતે D-કંપની સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. આરોપીએ ઝીશાન સિદ્દીકી પાસે ₹ ૧૦ કરોડ અને રિંકુ સિંહ પાસે ₹ ૫ કરોડની ખંડણી માંગી હતી.
મુંબઈ પોલીસના એન્ટી-એક્સટોર્શન સેલ (AEC) દ્વારા આ કેસના મુખ્ય આરોપીને ૧ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ વેસ્ટ ઇન્ડીઝના ટ્રિનિદાદમાંથી પકડીને ભારત લાવવામાં આવ્યો હતો.હવે પોલીસે આ કેસમાં વિગતવાર ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં સનસનાટીભર્યા ખુલાસા થયા છે.
ચાર્જશીટમાં જણાવ્યા મુજબ, આરોપીએ ૫ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ ક્રિકેટર રિંકુ સિંહને સૌપ્રથમ સંદેશ મોકલ્યો હતો.
શરૂઆતમાં આ સંદેશ ચાહક તરફથી વિનંતી જેવો લાગતો હતો. સંદેશમાં આરોપીએ રિંકુ સિંહના વખાણ કર્યા અને પછી આર્થિક મદદ માંગી.જ્યારે રિંકુ સિંહે કોઈ જવાબ ન આપ્યો, ત્યારે આરોપીએ ૯ એપ્રિલ, ૨૦૨૫ના રોજ રાત્રે ૧૧:૫૬ વાગ્યે બીજો સંદેશ મોકલીને સીધી ₹ ૫ કરોડની માંગણી કરી:
આરોપી તરફથી કોઈ પ્રતિક્રિયા ન મળતાં, તેણે ૨૦ એપ્રિલ, ૨૦૨૫ના રોજ ત્રીજો સંદેશ મોકલ્યો, જે સીધી ધમકીરૂપ હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, ક્રિકેટર રિંકુ સિંહે આમાંથી કોઈ પણ સંદેશનો જવાબ આપ્યો નહોતો, પરંતુ તેણે તાત્કાલિક આ ધમકીભરી વાતચીત વિશે સત્તાવાળાઓને જાણ કરી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :Topi thief arrested: ટોપી’નું સામ્રાજ્ય સમાપ્ત: ૬૦ થી વધુ કેસ ધરાવતો કુખ્યાત તસ્કર ભિવંડી માંથી ઝડપાયો

તપાસમાં બહાર આવ્યું કે આરોપીએ ક્રિકેટર ઝીશાન સિદ્દીકી પાસેથી પણ ₹ ૧૦ કરોડની મોટી ખંડણી વસૂલવાનો પ્રયાસ કર્યો હતો. રકમ નહીં આપવા પર તેને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ આપી હતી AEC ની તપાસમાં જણાયું કે આરોપી D-કંપની સાથેના જોડાણના બહાને અનેક હાઈ-પ્રોફાઇલ વ્યક્તિઓને આવી ધમકીભરી ખંડણીના સંદેશાઓ મોકલી રહ્યો હતો.
બિહારના દરભંગા જિલ્લાના રહેવાસી આ આરોપીનું નામ ૨૮ એપ્રિલ, ૨૦૨૫ના રોજ કેસ નોંધાયા પછી પોલીસના રડાર પર આવ્યું હતું.
ત્યારબાદ, આરોપીને પકડવા માટે ઇન્ટરપોલ દ્વારા લૂક આઉટ સર્ક્યુલર (LOC) અને રેડ કોર્નર નોટિસ (RCN) જારી કરવામાં આવી. આના કારણે તે ટ્રિનિદાદ (વેસ્ટ ઇન્ડીઝ) માંથી પકડાયો અને તેને ભારત પ્રત્યાર્પણ (Extradition) કરીને લાવવામાં આવ્યો.

 

Shubman Gill: ટીમ ઇન્ડિયાનો પ્લાન બદલાયો: શુભમન ગિલ અચાનક ગુવાહાટી છોડીને મુંબઈ કેમ ગયો? જાણો તેના પાછળનું સચોટ કારણ.
Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Exit mobile version