ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઓક્ટોબર, 2021
સોમવાર.
ક્રિકેટનો જેનો ભગવાન માનવામાં છે તે લિટલ માસ્ટર તરીકે ઓળખાતા સચિન તેંડુલકરનું નામ પણ પૈંડોરા પેપર્સના રિપોર્ટમાં હોવાનું ચોંકાવનારી વિગત બહાર આવી છે. રાજ્યસભાનો સદસ્ય રહી ચૂકેલો સચિનની સાથે જ તેના પરિવારના નામ પર બ્રિટિશ વર્જિન આઈલેન્ડ(BVI)માં અમુક કંપનીઓ હતી. જેને 2016માં લિક્વીડેટ કરી નાખવામાં આવી હતી.
સચિન તેંડુલકરની પત્ની અંજલી અને તેના સસરા આનંદ મહેતાના નામ પર BVIમાં અમુક કંપનીઓ હતી. જેનો ખુલાસો પનામા લો ફર્મ એલકોગલના રિપોર્ટમાં થયો હતો. એલકોગલ પેંડોરા પેપર્સનો જ ભાગ છે. રિપોર્ટ મુજબ BVI સ્થિત સાસ ઈન્ટરનેશનલ લિમિટેડ કંપનીમાં તેંડુલકરનો પરિવાર ડાયરેકટર છે. આ કંપનીનો પહેલા 2007માં ઉલ્લેખ થયો હતો. જુલાઈ 2016માં કંપનીને લિક્વિડેટ કરવા સુધી તેના માલિકો અને આર્થિક ફાયદાનું પૂરું વર્ણન પેંડોરા રેકોર્ડ પાસે છે.
સાસ ઈન્ટરનેશનલના શેરની કિંમત સરેરાશ લગભગ 96,000 ડોલર હતી. 10 ઓગસ્ટ 207ના કંપનીની સ્થાપના સમયે લેવામાં આવેલા રિવોલ્યુશન મુજબ સાસ ઈન્ટરનેશનલના 90 શેયર્સને આઉટસેટ કરવામાં આવ્યા હતા. 60 શેરના પહેલું સર્ટિફિકેટ અંજલી તેંડુલકરના નામનું હતું. તેના પિતાના નામ પર 30 શેર કરવામાં આવ્યા હતા. બાકીના શેયર્સ બાબતે કોઈ માહિતી નથી. 90 શેયર્સની કિંમત લગભગ 8.6 મિલિયન ડોલર્સ (60 કરોડ રૂપિયા) થાય છે.
પનામા પેપર્સમાં નામ આવ્યા બાદ ત્રણ મહિના પછી સાસ ઈન્ટરનેશનલ લિમિટેડને લિક્વિડેટ કરી નાખવામાં આવ્યા હતા.