News Continuous Bureau | Mumbai
શ્રીલંકાના ક્રિકેટર(Sri Lankan cricketer) ધનુષ્કા ગુણાથિલકાને(Danushka Gunathilaka) કથિત બળાત્કારના કેસમાં(rape case) ૫ નવેમ્બરે ઓસ્ટ્રેલિયાના(Australia) સિડનીમાં(Sydney) ધરપકડ કરવામાં આવી છે. શ્રીલંકાની ટીમ રવિવારે સવારે તેમના વિના તેમના દેશ જવા રવાના થઈ હતી. ગુણાથિલકાને ત્રણ અઠવાડિયા પહેલા ઈજા થઈ હતી અને તેની જગ્યા આશેન બંડારાએ (Ashen Bandara) લઈ લીધી હતી, પરંતુ ટીમ મેનેજમેન્ટે ગુણાથિલકાને ઘરે મોકલવાને બદલે ટીમની સાથે જ રાખ્યો હતો.
પોલીસનો આરોપ છે કે ક્રિકેટરે બુધવાર, ૨ નવેમ્બરના રોજ રોઝ બેમાં એક મહિલાનું જાતીય શોષણ કર્યુ હતું, જેની સાથે તે ઘણા દિવસોથી ઓનલાઈન ડેટિંગ એપ્લિકેશન(Online dating app) પર ચેટ કરી રહ્યો હતો. ધરપકડ બાદ તેને સિડની પોલીસ સ્ટેશન (Sydney Police Station) લઈ જવામાં આવ્યો હતો. ૫ નવેમ્બરે યૌન અપરાધ ટીમ અને પૂર્વી ઉપનગર પોલીસના જાસૂસોએ આરોપોની તપાસ માટે સ્ટ્રાઇક ફોર્સ વેટરનની(strike force veteran) રચના કરી હતી. ધનુષ્કાનાં ક્રિકેટ કરિયરની વાત કરીએ તો, તેણે અત્યાર સુધીની ૮ ટેસ્ટ મેચોમાં ૧૮.૬૯ની એવરેજથી કુલ ૨૯૯ રન બનાવ્યા હતાં અને તેનો સૌથી વધારે પર્સનલ સ્કોર ૬૧ છે. ધનુષ્કાએ ૪૭ વનડે પણ રમી છે, જેમાં તેણે ૪૬ ઇનિંગ્સમાં ૩૫.૫૮ની એવરેજથી કુલ ૧૬૦૧ રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાં ૨ સદી અને ૧૧ અડધી સદી પણ હતી. તેનો બેસ્ટ સ્કોર ૧૩૩ છે.
આ સમાચાર પણ વાંચો : સાનિયા મિર્ઝા-શોએબ મલિક ના લગ્ન ભંગાણના આરે-સોશિયલ મીડિયા પર અલગ થવાની અટકળોએ પકડ્યું જોર-જાણો શું છે કારણ
ક્રિકેટના સૌથી નાના ફોર્મેટ ટી૨૦માં પણ શ્રીલંકાના બેટ્સમેને ખૂબ જ રન બનાવ્યા છે. તેણે ૪૬ ટી૨૦ મેચોની ૪૫ ઇનિંગ્સમાં ૧૬.૪૭ની એવરેજ અને ૧૨૦.૪૯ના સ્ટ્રાઇક રેટથી કુલ ૭૪૧ રન બનાવ્યા છે, જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર ૫૭ છે. ધનુષ્કાના નામે પણ ટી૨૦માં ૩ અડધી સદી છે. આ દરમિયાન શ્રીલંકાના ઓપનરના બેટમાંથી ૭૮ ચોગ્ગા અને ૨૧ છગ્ગા પણ આવ્યા છે.