ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ઑક્ટોબર, 2021
શુક્રવાર
બધાને આ ગીત વિશે તો ખબર જ હશે કે ‛પ્યાર કિયા તો ડરના ક્યા’. આ ગીતને સાર્થક કરતાં, ચેન્નઈ સુપર કિંગ ટીમના બોલર દીપક ચાહરે પંજાબ કિંગ્સ સામેની મેચ બાદ બધાની વચ્ચે તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું.
હકીકતમાં જ્યારે ચેન્નઈની ટીમ પંજાબ સામે મેચ હારી ગઈ, ત્યારે દીપક પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલી તેની ગર્લફ્રેન્ડ પાસે ગયો અને તેણે તેના ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યું. તેની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. દીપકની ગર્લફ્રેન્ડે પ્રપોઝલ સ્વીકારી છે. તમને જણાવી દઈએ કે દીપક પ્લેઓફ મેચ દરમિયાન પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માંગતો હતો, આ માટે તેણે ધોની સાથે વાત કરી હતી. પરંતુ માહીએ દીપકને લીગ મેચો દરમિયાન જ આવું કરવા કહ્યું, જેના કારણે પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન, દીપકે તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી રિંગ પહેરાવી. આકાશ ચોપરાએ મેચ પછીના ચેટ શો દરમિયાન દીપકના પ્રપોઝલ પાછળની કહાની જાહેર કરી હતી.
જ્યારે દીપક તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી રહ્યો હતો ત્યારે ધોની પણ મેદાનમાં હાજર હતો. બીજી તરફ, ચાહકો પણ દીપકના આ પ્રેમથી ભરેલા સાહસને જોરજોરથી વધાવી રહ્યા હતા.

Leave a Reply