ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ઑક્ટોબર, 2021
રવિવાર
આપણા દેશમાં ઘણા ક્રિકેટરો એવા છે જેમણે ગરીબીમાં જ ક્રિકેટની શરૂઆત કરી હતી અને સમય જતાં તેઓએ ખૂબ જ પૈસા કમાઈ લીધા હતા. પરંતુ આજે આપણે તે ક્રિકેટરો વિશે વાત કરીશું જેમણે ક્રિકેટના આધારે સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે, પરંતુ તેઓ હાલમાં એટલા ગરીબ બની ગયા છે કે એક-એક પૈસો ભેગો કરવા વલખાં મારે છે.
1. મેથ્યુ સિંકલેર
ન્યૂ ઝીલૅન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર મેથ્યુ સિંકલેર જબરદસ્ત બૅટ્સમૅન રહ્યો છે. મેથ્યુ સિંકલેરનું ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ ખૂબ જ પ્રભાવશાળી હતું. મેથ્યુ સિંકલેરે પોતાની પ્રથમ ટેસ્ટ મૅચમાં બેવડી સદી ફટકારી હતી. જે પછી તે ઘણાં વર્ષો સુધી ન્યૂ ઝીલૅન્ડ તરફથી રમવામાં સફળ રહ્યો.
સારું ન રમવાને કારણે ન્યૂ ઝીલૅન્ડની ટીમથી બહાર થઈ ગયો, એથી 2013માં તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. આ પછી કુટુંબ ચલાવવાનું સંકટ તેની સામે આવ્યું. તેણે થોડો સમય નોકરી કરી અને ઘણી નોકરીઓ કર્યા બાદ હાલમાં તે રિયલ એસ્ટેટ કંપનીમાં કામ કરે છે.
2. ક્રિસ કેર્ન્સ
ક્રિસ કેર્ન્સ, ચાર્ડ હેડલી તરીકે પ્રખ્યાત છે. ન્યૂ ઝીલૅન્ડ ક્રિકેટના ઇતિહાસમાં તે મહાન ઑલરાઉન્ડર બન્યો. રિચાર્ડ હેડલી પછી ન્યૂ ઝીલૅન્ડ એક સારા ઑલરાઉન્ડરની શોધમાં હતું, જે પૂર્વ ક્રિકેટર ક્રિસ કેર્ન્સ દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. ક્રિસ કેર્ન્સ ન્યૂ ઝીલૅન્ડ માટે એક જબરદસ્ત ઑલરાઉન્ડર હતો, જેનો અવાજ સમગ્ર ક્રિકેટ જગતમાં બોલાય છે. ક્રિકેટને અલવિદા કહ્યા પછી ક્રિસ કેર્ન્સે હીરાના વેપારીના રૂપમાં કામ કર્યું, પરંતુ ત્યાં તેને ઘણું નુકસાન સહન કરવું પડ્યું. આ પછી કેર્ન્સને કુટુંબ ચલાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, ત્યાર બાદ તેણે ટ્રક વૉશ અને ટ્રક ડ્રાઇવર તરીકે કામ કર્યું અને પરિવારનું ગુજરાન ચલાવ્યું.
3. જનાર્દન નવલે
ભારતીય ક્રિકેટ વર્ષોથી ખૂબ સમૃદ્ધ રહ્યું છે. BCCI ક્રિકેટરો પ્રત્યે ખૂબ જ દયા દાખવે છે અને ક્રિકેટરો પર ઘણા પૈસાની વર્ષા કરવામાં આવે છે, પરંતુ જ્યારે ભારતનું ક્રિકેટ શરુ થયું ત્યારે ક્રિકેટરોને પૈસાની બાબતમાં ખાસ વિશેષતા મળતી નહોતી.
ભારતે વર્ષ 1932માં પોતાનો આંતરરાષ્ટ્રીય ઇતિહાસ શરૂ કર્યો હતો. આ મૅચમાં વિકેટકીપર તરીકે કામ કરનાર જનાર્દન નવલેને ભાગ્યે જ કોઈ ઓળખે છે. પરંતુ તેની કારકિર્દીના અંત પછી તેણે આર્થિક રીતે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. જનાર્દને પુણેની એક સુગર મિલમાં ચોકીદાર તરીકે કામ કર્યું હતું.
4. અરશદ ખાન
અરશદ ખાને 2006 સુધી પાકિસ્તાન તરફથી રમવાનું ચાલુ રાખ્યું હતું, એ દરમિયાન તેને 9 ટેસ્ટ અને 58 વનડે રમવામાં સફળતા મળી હતી. અરશદ ખાને પાકિસ્તાન તરફથી રમતી વખતે પણ ઘણી કમાણી કરી હતી. અરશદ ખાન પાસે ક્રિકેટ રમતી વખતે પૈસાની કોઈ અછત નહોતી, પણ જ્યારે તેણે ક્રિકેટ છોડી દીધું ત્યાર બાદ તેના માટે તેના પરિવારને ખવડાવવું મુશ્કેલ બની ગયું. આ કારણોસર તે ઑસ્ટ્રેલિયામાં સ્થાયી થયો. જ્યાં તે સિડનીમાં ટૅક્સી ચલાવીને પોતાના પરિવારનો ઉછેર કરી રહ્યો છે.
5. એડમ હોલિયોક
ઇંગ્લૅન્ડ તરફથી ક્રિકેટ રમનાર એડમ હોલિયોકનો જન્મ ઑસ્ટ્રેલિયામાં થયો હતો. હોલિયોકે થોડાં વર્ષો ઇંગ્લૅન્ડ માટે ક્રિકેટ રમી અને તેણે સૌને ઑલરાઉન્ડ પ્રદર્શનથી પ્રભાવિત કર્યા. હોલિયોકને 2007માં છેલ્લી વખત ઇંગ્લૅન્ડ તરફથી રમવાની તક મળી હતી, ત્યાર બાદ તેને પૈસાની તંગીનો સામનો કરવો પડ્યો હતો. આ કારણોસર, તેને મિશ્ર માર્શલ આર્ટમાં કામ કરીને પૈસા કમાવવાની ફરજ પડી હતી.