EPFO Update: ઇપીએફઓએ મેમ્બર પ્રોફાઇલ અપડેટ કરવાની ઓનલાઇન પ્રક્રિયાને સરળ બનાવી

EPFO Update: સભ્યની સેવાઓમાં સુધારો કરવા અને સભ્યનાં ડેટાની સચોટતા સુનિશ્ચિત કરવા માટે પોતાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરવા એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ સભ્ય પ્રોફાઇલને અપડેટ કરવાની પ્રક્રિયામાં વધુ સરળીકરણ પ્રસ્તુત કર્યું છે.

by Akash Rajbhar
EPFO simplifies online process of updating member profile

News Continuous Bureau | Mumbai

EPFO Update: સભ્યની સેવાઓમાં સુધારો કરવા અને સભ્યનાં ડેટાની સચોટતા સુનિશ્ચિત કરવા માટે પોતાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરવા એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ સભ્ય પ્રોફાઇલને અપડેટ કરવાની પ્રક્રિયામાં વધુ સરળીકરણ પ્રસ્તુત કર્યું છે. સંશોધિત પ્રક્રિયા હેઠળ, જે સભ્યોનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) આધાર દ્વારા પહેલેથી જ માન્ય કરવામાં આવ્યો છે, તેઓ તેમની પ્રોફાઇલને જેમ કે નામ, જન્મ તારીખ, લિંગ, રાષ્ટ્રીયતા, પિતા /માતાનું નામ, વૈવાહિક દરજ્જો, જીવનસાથીનું નામ, જોડાવાની તારીખ અને છોડવાની તારીખ સહિતના કોઈપણ દસ્તાવેજ અપલોડ કરવાની આવશ્યકતા વિના પોતે જ અપડેટ કરી શકે છે. માત્ર, કેટલાક કિસ્સાઓમાં જ્યાં યુએએન 1-10-2017 પહેલાં મેળવવામાં આવ્યું હતું, અપડેશન માટે ફક્ત એમ્પ્લોયરનાં પ્રમાણપત્રની જરૂર રહેશે.

ઇપીએફઓનાં ડેટાબેઝમાં ઇપીએફ સભ્યનાં વ્યક્તિગત ડેટાની સાતત્યતા અને અધિકૃતતા એ સુનિશ્ચિત કરવા માટે સર્વોચ્ચ મહત્વ ધરાવે છે કે સેવાઓ અવિરતપણે પ્રદાન કરવામાં આવે અને ભંડોળમાંથી ખોટી/કપટપૂર્ણ ચુકવણીનાં જોખમને ટાળી શકાય. સભ્યની વિગતોમાં ફેરફાર કરવાની કે તેમાં સુધારો કરવાની કોઈ જરૂરિયાત ઊભી થાય તો સભ્યોને એક કાર્યક્ષમતા પહેલેથી જ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેના દ્વારા તેઓ જરૂરી દસ્તાવેજો અપલોડ કરી શકે છે અને તેમની વિનંતીઓ ઓનલાઈન ફાઈલ કરી શકે છે. આવી વિનંતીઓ એમ્પ્લોયર દ્વારા ઓનલાઇન સમર્થન આપવામાં આવતી હતી અને અંતિમ મંજૂરી માટે ઇપીએફઓને મોકલવામાં આવતી હતી.

આ સમાચાર પણ વાંચો: Nehru Yuva Kendra: નહેરુ યુવા કેન્દ્ર – માય ભારત અમદાવાદ દ્વારા 16મો આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ યોજાયો

નાણાકીય વર્ષ 2024-25માં નોકરીદાતાઓ દ્વારા સુધારા માટે ઇપીએફઓ ખાતે મળેલી કુલ 8 લાખ વિનંતીઓમાંથી લગભગ 45 ટકા ફેરફાર વિનંતીઓ ઇપીએફઓમાં એમ્પ્લોયરની ચકાસણી અથવા મંજૂરી વિના સભ્ય દ્વારા સ્વ-મંજૂર કરી શકાય છે. સરેરાશ આનાથી સંયુક્ત ઘોષણાઓ (જેડી)ને મંજૂરી આપવા માટે એમ્પ્લોયર દ્વારા લેવામાં આવેલા લગભગ 28 દિવસનાં વિલંબને દૂર કરવામાં આવશે. સંપૂર્ણ ઇ-કેવાયસી ન ધરાવતા ઇપીએફ ખાતાધારકોના પરિવર્તન/સુધારા માટેની વિનંતી, ઇપીએફઓમાં કોઈ પણ પ્રકારની મંજૂરીની જરૂરિયાત વિના આશરે 50 ટકા કેસોમાં નોકરીદાતાના સ્તરે મંજૂર કરવામાં આવશે.

આ સુધારાથી આશરે 3.9 લાખ સભ્યોને તાત્કાલિક લાભ થશે, જેમની વિનંતીઓ વિવિધ તબક્કે વિલંબિત છે. જો કોઈ પણ સભ્ય કે જે સ્વ-મંજૂરી આપી શકે છે તેણે તેની વિનંતી પહેલેથી જ દાખલ કરી દીધી છે જે એમ્પ્લોયર પાસે બાકી છે, તો સભ્ય પહેલેથી જ દાખલ કરેલી વિનંતીને રદ કરી શકે છે અને સરળ પ્રક્રિયા મુજબ સ્વ-મંજૂરી આપી શકે છે. મોટા ભાગનાં કિસ્સાઓ સભ્ય દ્વારા અથવા કેટલાક પસંદ કરેલા કિસ્સાઓમાં નોકરીદાતા દ્વારા સીધી રીતે સ્વ-માન્ય હોઈ શકે છે.

અત્યારે સભ્યો દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદોમાંથી આશરે 27 ટકા ફરિયાદો સભ્યની પ્રોફાઇલ/કેવાયસી સાથે સંબંધિત છે અને સંયુક્ત ઘોષણાની સંશોધિત કામગીરીની રજૂઆત સાથે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સભ્યો દ્વારા ફાઇલ કરવામાં આવતી ફરિયાદોની સંખ્યામાં ધરખમ ઘટાડો થશે.

ઓનલાઇન પ્રક્રિયામાં આ સરળીકરણથી સભ્યની વિનંતીઓને તાત્કાલિક ધોરણે ક્લિયર કરવામાં મદદ મળશે, જે ડેટાની સાતત્યતા સુનિશ્ચિત કરશે, ભૂલોનું જોખમ ઘટાડશે અને સભ્યોને યોગ્ય રીતે અસરકારક રીતે સેવા પ્રદાન કરશે અને જીવનની સરળતાને પ્રોત્સાહન આપશે. તે જ સમયે, આવી વિગતોની ચકાસણી માટે એમ્પ્લોયરના અંતે વધારાના કામના ભારણને ટાળીને, સરળ પ્રક્રિયા વ્યવસાય કરવાની સરળતામાં નોંધપાત્ર સુધારો કરશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More