ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 મે 2021
શનિવાર
ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલી અને ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્માની ગણના બેસ્ટ કપલમાં થાય છે, પણ શું તમે જાણો છો, વિરાટની એક્સ ગર્લ ફ્રેન્ડ અનુષ્કા કરતાં પણ વધુ સુંદર છે?
વિરાટની એક્સ ગર્લફ્રેન્ડનું નામ ઇઝાબેલ લેટે છે. બ્રાઝિલિયન મૉડલે અનેક હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. બંને વચ્ચે 2012-2014 સુધી અફેર રહ્યું હતું. બે વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ બંનેના સંબંધો પર પણ પૂર્ણવિરામ લાગી ગયું હતું.
વિરાટ કોહલી અને ઇઝાબેલે 2013માં તેમના સંબંધનો ખુલાસો જાહેરમાં કર્યો હતો. જોકે આગળ જતાં બંને અલગ થઈ ગયાં હતાં. વિરાટે એક ઇન્ટરવ્યૂમાં તેમના બ્રેક-અપ માટે ખુલાસો કર્યો હતો. એ મુજબ બંનેએ મ્યુચ્યઅલ અન્ડરસ્ટૅન્ડિંગ સાથે એકબીજાથી દૂર થવાનો નિર્ણય લીધો હતો.
મૉડલિંગની દુનિયામાં જાણીતું નામ ગણાતી ઇઝાબેલે અનેક હિંદી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 2012 તેણે તલાશ : ધ આન્સર લાઇન વિધિનઇનથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી.
ઇઝાબેલ સાથેના બ્રેક-અપ બાદ વિરાટ અનુષ્કા શર્માને ડેટ કરતો હતો. બંને 2018ની સાલમાં લગ્નની ગાંઠે બંધાયાં હતાં. 2021માં તેમને પુત્રી થઈ હતી, જેનું નામ વામિકા છે.