Site icon

ભારત ના 66 વય ના આ ભૂતપૂર્વ ક્રિકેટર તેમના થી 28 વર્ષ નાની બુલબુલ સાથે કરવા જઈ રહ્યા છે બીજા લગ્ન

News Continuous Bureau | Mumbai

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર (Ex cricketer) અરુણ લાલ (Arun Lal) 2 મે, 2022 ના રોજ એક ખાનગી સમારંભમાં તેમના લાંબા સમયના મિત્ર, વ્યવસાયે શિક્ષક, બુલબુલ સાહા (Bulbul saha) સાથે લગ્ન કરશે. અરુણ લાલ હાલમાં બંગાળની રણજી ટીમના (Ranji team) કોચ છે અને 66 વર્ષીય અરુણ લાલ લાંબા સમયથી બુલબુલ સાથે સંબંધમાં છે. અરુણ લાલના (Arun Lal) આ બીજા લગ્ન હશે. તેઓએ પહેલા લગ્ન કર્યા હતા પરંતુ છૂટાછેડા (divorse) થઈ ગયા હતા.

Join Our WhatsApp Community

મીડિયા અહેવાલો સૂચવે છે કે અરુણ લાલે (Arun Lal)થોડા સમય પહેલા 38 વર્ષીય બુલબુલ સાથે સગાઈ (engegment) કરી હતી અને બંને તેને આવતા મહિને સત્તાવાર કરશે. પરસ્પર સંમતિ બાદ અરુણ લાલે તેની પ્રથમ પત્ની રીનાને (Rina) છૂટાછેડા આપી દીધા હતા, પરંતુ રીનાની બીમારીને (Rina health) કારણે અરુણ લાલ લાંબા સમયથી તેની સાથે રહે છે. એવું પણ કહેવાય છે કે લગ્ન પછી બંને બીમાર રીનાની સંભાળ લેશે.મીડિયા માં પ્રકાશિત થયેલા અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભૂતપૂર્વ ક્રિકેટરે (Arun Lal) તેની પ્રથમ પત્નીની સંમતિ લીધી હતી અને તેની સંમતિ પછી જ બુલબુલ (Bulbul) સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. તેમના લગ્નના આમંત્રણની (wedding invitation) એક તસવીર ઈન્ટરનેટ (internet) પર વાયરલ થઈ છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે બંને કોલકાતાના (Kolkatta) પીયરલેસ ઈન(piyerless inn) ખાતે લગ્નના બંધનમાં બંધાશે. તેમના કેટલાક સાથી ખેલાડીઓ, બંગાળ ક્રિકેટ એસોસિએશન (CAB)ના અધિકારીઓ અને તેમના નજીકના મિત્રો લગ્નમાં હાજરી આપશે.

આ સમાચાર પણ વાંચો :  નો બોલ વિવાદ: અમ્પાયર સાથે ગેરવર્તણૂક કરવી ભારે પડી, રિષભ પંત સહિત DC નાં ત્રણ ખેલાડીઓને મળી આ સજા; જાણો વિગતે

અરુણનો (Arun Lal) જન્મ 1955માં ઉત્તરપ્રદેશના (Uttarpradesh) મુરાદાબાદમાં (Muradabad) થયો હતો. અરુણને 2016માં કેન્સર (Canser) થયું હતું, જેને કારણે તેમણે કોમેન્ટ્રી છોડી દીધી હતી. એ પછી એમણે કેન્સર ને  માત આપીને બંગાળ ટીમના કોચની (Bangal team coach) કમાન સંભાળી હતી. અરુણે તેમની ક્રિકેટ કારકિર્દીમાં 16 ટેસ્ટ 13 વનડે રમી છે. આ દરમિયાન એમણે ટેસ્ટમાં 729 અને વનડેમાં 122 રન બનાવ્યા છે.

 

Shreyas Iyer: શ્રેયસ અય્યરને સિડનીની હોસ્પિટલમાંથી મળી રજા, BCCIએ કરી પુષ્ટિ કરતા જણાવ્યું તેનું હેલ્થ અપડેટ
Amanjot Kaur: IND W vs AUS W સેમી ફાઇનલ: અમનજોત કૌરની ‘રિંકુ સિંહ મોમેન્ટ’, પાકિસ્તાન સામેની એ ઐતિહાસિક જીતની યાદ અપાવી
Shreyas Iyer: શ્રેયસ અય્યરનું હેલ્થ અપડેટ: ‘દરેક પસાર થતા દિવસની સાથે…’, ઈજા પછી ક્રિકેટર નો ફેન્સના નામે પહેલો સંદેશ
Shreyas Iyer Injury: શ્રેયસ ઐયરની હેલ્થ પર મોટું અપડેટ, સિડનીમાં ડોક્ટર તેમની સાથે હાજર
Exit mobile version