ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑક્ટોબર, 2021
ગુરુવાર
ટીમ ઇન્ડિયાના કૅપ્ટન વિરાટ કોહલી વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનારા ક્રિકેટરોમાંથી એક છે. વર્ષ 2020માં ફોર્બ્સની ટૉપના 100 સૌથી ધનિક ખેલાડીઓની યાદીમાં સ્થાન મેળવનાર તે એકમાત્ર ભારતીય ખેલાડી છે. કોહલીએ બોર્ડ ઑફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) સાથે A+ કરાર કર્યો છે અને વાર્ષિક 7 કરોડની કમાણી કરે છે. કોહલી સૌથી વધુ કમાણી IPLમાંથી પણ કરે છે. તેને દર વર્ષે IPL દ્વારા 17 કરોડ રૂપિયા મળે છે. એ ઉપરાંત ઘણી બધી જાણીતી બ્રાન્ડનો ચહેરો છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે કોહલી હજુ પણ સૌથી વધુ કમાણી કરનાર ક્રિકેટર નથી, કારણ કે ઓછામાં ઓછા પાંચ એવા ક્રિકેટર છે જેમને વિરાટ કોહલી કરતાં વધુ પગાર મળે છે.
આ છે કોહલી કરતાં વધુ કમાણી કરનારા ક્રિકેટરો
1. ઇંગ્લૅન્ડના ટેસ્ટ કૅપ્ટન જો રૂટને ઇંગ્લૅન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડમાંથી વર્ષે 7.22 કરોડની કમાણી થાય છે. જે વિરાટ કોહલી કરતાં વધારે છે. રૂટ વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનારો ટેસ્ટ કૅપ્ટન પણ છે.
2. ઇંગ્લૅન્ડનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર વર્ષે 9.39 કરોડ રૂપિયા કમાય છે. આર્ચરનો પગાર રૂટ કરતાં વધારે છે, કારણ કે તે ત્રણેય ફોર્મેટમાં રમે છે. જો રૂટ વન-ડે અને ટેસ્ટ મૅચ રમે છે, જ્યારે આર્ચર T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પણ રમે છે.
ભારતમાં વધ્યો સ્નૈપચેટનો ક્રેઝ, આટલા કરોડ સુધી પહોંચ્યો મંથલી યૂઝર્સનો આંકડો
3. ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર બેન સ્ટૉક્સને ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) તરફથી અંદાજે 8.75 કરોડ રૂપિયા પગાર મળે છે. તે વર્ષ 2013થી ઇંગ્લૅન્ડની ટીમ માટે રમે છ. તેને ટીમનો બીટ, એન્ટરટેઇનર અથવા મૅચવિનર કહો, સ્ટૉક્સ દરેક અર્થમાં ઇંગ્લૅન્ડની ટીમને પૂર્ણ કરે છે. જોકે તેણે માંદગીને કારણે થોડા સમય પહેલાં ક્રિકેટમાંથી બ્રેક લીધો છે.
4. ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ટેસ્ટ કૅપ્ટન સ્ટીવ સ્મિથને ક્રિકેટ ઑસ્ટ્રેલિયા દ્વારા દર વર્ષે ચાર મિલિયન ડૉલર મળે છે. તે ઑસ્ટ્રેલિયા માટે ત્રણેય ફોર્મેટમાં રમે છે. તેનું બૅટ મિડલ ઑર્ડરમાં અદ્ભુત રીતે ચાલે છે અને દુનિયાભરના બોલરોને પણ માત આપે છે. આ ઉપરાંત સ્મિથ પણ વિરાટ કોહલીની જેમ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી ઘણી કમાણી કરે છે.
5. વિકેટકીપર બૅટ્સમૅન જોસ બટલર પણ જોફ્રા આર્ચરની જેમ ઇંગ્લૅન્ડ માટે ત્રણેય ફોર્મેટમાં રમે છે અને દર વર્ષે 9 કરોડની કમાણી કરે છે. છેલ્લાં બે વર્ષમાં તેણે ટેસ્ટ મૅચમાં પણ પુનરાગમન કર્યું છે. એ ઉપરાંત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને IPL રમીને પણ મોટી કમાણી કરે છે.