અરેરે – દેશમાં ખેલાડીઓની આવી હાલત- કબડ્ડી પ્લેયર્સને ટોઈલેટમાં રસોઈ બનાવીને ખવડાવી – જુઓ વીડિયો

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

હાલ સોશિયલ મીડિયા ( ) Social media પર એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોએ ભારતીય રમત(Indian Games) જગતને હચમચાવી નાખ્યું છે. આ વીડિયો ટોયલેટ (Toilet) નો છે, જેમાં ચોખાથી ભરેલી પ્લેટ રાખવામાં આવી છે અને આ ચોખા ખેલાડી(Kabaddi player) ઓને પીરસવા(Lunch) માં આવ્યા હોવાના અહેવાલ છે. 

 

મીડિયામાં  પ્રકાશિત અહેવાલો મુજબ આ મામલો ઉત્તર પ્રદેશ(Uttar Pradesh) ના સહારનપુરનો છે, જ્યાં ડો. ભીમરાવ આંબેડકર સ્પોર્ટ્સ સ્ટેડિયમ(Dr. Bhimrao Ambedkar Sports Stadium) ના ટોયલેટમાં રસોઈ બનાવી રાખવામાં આવી અને ત્યારબાદ અંડર-17 સ્ટેટ લેવલ ગર્લ્સ કબડ્ડી ટુર્નામેન્ટ (Under -17 State Level Girls Kabaddi Tournamentમાં ભાગ લેવા આવેલા 200) ખેલાડીઓને તે જ ભાત પીરસવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : ડીપ નેકલાઇન ડ્રેસમાં નોરા ફતેહીએ બતાવ્યો તેનો બોલ્ડ અવતાર-ચાહકો થયા તેની અદાઓના દીવાના-જુઓ વિડીયો

એટલું જ નહીં, ખેલાડીઓને જે ભાત પીરસવામાં આવ્યા હતા તે અડધા રાંધેલા જ પીરસવામાં આવ્યા હતા. આ સાથે ખેલાડીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા પણ સારી ન હતી. આખું ભોજન સ્વિમિંગ પૂલ પાસે તૈયાર કરવામાં આવ્યું હતું અને દાળ, શાકભાજી અને ભાત કાચા હતા. આ સમગ્ર મામલાનો કોઈએ વીડિયો બનાવ્યો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ખેલાડીઓના સ્વાસ્થ સાથે છેડા થવાને કારણે ચાહકો પણ નારાજ છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ ગુસ્સો કાઢી રહ્યા છે. વાયરલ ફોટા અને વીડિયોને ટેગ કરીને નેતાઓને પૂછવામાં આવી રહ્યું છે કે આ મામલે અત્યાર સુધી વહીવટીતંત્ર ક્યાં છે?  

આ સમાચાર પણ વાંચો : લદ્દાખના સુંદર મેદાનોનો આનંદ માણો – આ ઓછી કિંમતે IRCTCનો શ્રેષ્ઠ પ્લાન છે
 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment