Site icon

Lionel Messi: ફૂટબોલના ‘કિંગ’ લિયોનેલ મેસીને મળ્યા શાહરૂખ ખાન, પુત્ર અબરામનું રિએક્શન વાયરલ

Lionel Messi ફૂટબોલના 'કિંગ' લિયોનેલ મેસીને મળ્યા શાહરૂખ ખાન, પુત્ર અબરામનું

Lionel Messi ફૂટબોલના 'કિંગ' લિયોનેલ મેસીને મળ્યા શાહરૂખ ખાન, પુત્ર અબરામનું

News Continuous Bureau | Mumbai
Lionel Messi આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસી લગભગ ૧૪ વર્ષ પછી ભારત આવ્યા છે. તેમણે આજે સવારે ૧૧ વાગ્યે કોલકાતામાં ૭૦ ફૂટ ઊંચા સ્ટેચ્યુનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન પણ તેમાં સામેલ થયા.

મેસી અને શાહરૂખની મુલાકાત

જ્યારે શાહરૂખ ખાન મેસીને મળી રહ્યા હતા, ત્યારે તેમની સાથે તેમના નાના પુત્ર અબરામ ખાન પણ હાજર હતા. મેસીને મળીને અબરામ ખૂબ ખુશ દેખાયો. કિંગ ખાન પણ મેસી સાથે ઉષ્માભેર મળતા નજરે પડ્યા. કિંગ ખાન અને ફૂટબોલર મેસીને એક સાથે એક જ મંચ પર જોવું ફેન્સ માટે કોઈ સપનાથી ઓછું નહોતું. સોશિયલ મીડિયા પર બંનેની મુલાકાતનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો: World Energy Conservation Day: ૧૪ ડિસેમ્બર ‘વિશ્વ ઊર્જા સંરક્ષણ દિવસ’

મેસીની સાથે અન્ય ખેલાડીઓ

સ્ટાર ખેલાડી મેસી સાથે ઇન્ટર મિયામીના તેમના લાંબા સમયના પાર્ટનર લુઇસ સુઆરેઝ અને તેમના સાથી ખેલાડી રોડ્રિગો ડી પોલ પણ ભારત પ્રવાસે આવ્યા છે.મેસી માટે આ પ્રવાસ એવા શહેરમાં પરત ફરવા જેવો છે, જેનું તેમની ઇન્ટરનેશનલ જર્નીમાં એક ખાસ સ્થાન છે.આર્જેન્ટિનાના ખેલાડીએ છેલ્લીવાર ૨૦૧૦ માં કોલકાતામાં રમ્યા હતા, જ્યારે તેમણે FIFA ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી મેચમાં પોતાની નેશનલ ટીમના કેપ્ટન તરીકે વેનેઝુએલાને ૧-૦ થી હરાવ્યું હતું.

Exit mobile version