ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 જાન્યુઆરી 2022
મંગળવાર
ભારતીય ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ફરી એકવાર વિવાદમાં આવી ગયો છે. ગઇકાલે રમાયેલી ભારત અને આફ્રિકા વચ્ચેની ત્રીજી વનડે દરમિયાન વિરાટની એક હરકતે બધાનુ ધ્યાન ખેંચ્યુ છે. ખરેખરમાં વિરાટ કોહલી ભારતના રાષ્ટ્રગીત દરમિયાન ચિંગમ ચાવી રહ્યો હતો, વિરાટની આ હરકત ભારતીયોને પસંદ નથી આવી અને ટ્વીટર પર તેને ટ્રોલ કરવામાં આવ્યો છે.
વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રીજી વનડે દરમિયાન એક શરમજનક હરકત કરતા કેમેરામાં કેદ થઇ ગયો છે. મેચ પહેલા રાષ્ટ્રગીત દરમિયાન વિરાટ કોહલી ચિંગમ ચાવતો દેખાઇ રહ્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. રાષ્ટ્રગાનનુ અપનાન કરવા બદલ ભારતીયોએ વિરાટને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કર્યો હતો. લોકોએ BCCI પાસે વિરાટ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે.
રોમાંચક મુકાબલમાં સાઉથ આફ્રીકાની ટીમે ભારતીય ટીમને 4 રનથી હાર આપી છે. ટીમ ઈન્ડિયા 49.2 ઓવરમાં 283 રન બનાવી શકી. ભારત તરફથી વિરાટ કોહલીએ અડધી સદી ફટકારતા 65 રન બન્યા હતા. આ સિવાય ધવને 61 રન અને ચહરે શાનદાર ઈનિંગ રમી 54 રન ફટકારી ટીમને જીતની નજીક પહોંચાડી હતી. પરંતુ અન્ય બેટ્સમેન મેચ જીતાડવામાં સફળ ન રહ્યા. સાઉથ આફ્રીકાએ પ્રથમ બેટિંગ કરતા 287 રન બનાવ્યા હતા.
Virat Kohli busy chewing something while National Anthem is playing. Ambassador of the nation.@BCCI pic.twitter.com/FiOA9roEkv
— Vaayumaindan (@bystanderever) January 23, 2022