273
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 16 ઓક્ટોબર, 2021
શનિવાર.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના યુવા ક્રિકેટર અવી બારોટનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે.
અવી બારોટના નિધનથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને શોક વ્યક્ત કર્યો છે.
અવી બારોટ સારા બેટ્સમેન અને વિકેટ કિપર હતાં. તેઓએ બે દિવસ અગાઉ જ ગુજરાત સામેની રણજી ટ્રોફીમાં 45 બોલમાં 72 રન બનાવ્યાં હતાં.
બારોટે 38 પ્રથમ શ્રેણી મેચ, 38 લિસ્ટ એ મેચ અને 20 ડોમેસ્ટિક ટી-20 મેચ રમી છે.
તેમણે પ્રથમ શ્રેણીની મેચોમાં 1547 રન બનાવ્યા હતા. લિસ્ટ એની મેચમાં તેમણે 1030 રન અને ટી-20 મેચમાં 717 રન બનાવ્યાં.
અવિ બારોટે સૌરાષ્ટ્ર માટે 21 રણજી ટ્રોફી મેચ રમી હતી.
આખરે મુંબઈના મોતીલાલ નગર ને રીડેવલપમેન્ટ નું મુહૂર્ત સાંપડ્યું. ટેન્ડર બહાર પડયું. જાણો વિગત.
You Might Be Interested In