News Continuous Bureau | Mumbai
ઓસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર શેન વોર્નના મૃત્યુએ સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દીધા છે. હવે તેમાં કેટલાક નવા ખુલાસા થઈ રહ્યા છે તે પણ સૌ કોઈ નવાઈ પમાડી રહ્યા છે. સોમવારે થાઈલેન્ડ પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ્સના આધારે જણાવ્યું હતું કે શેન વોર્નનું મોત કુદરતી કારણોથી થયું છે. પરંતુ હવે મૃત્યુના અમુક કલાકો પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં નવા બાબતોના ખુલાસા થઈ રહ્યા છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ શેન વોર્નના મૃત્યુના થોડા કલાકો પહેલા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજ પરથી જાણવા મળ્યું છે કે શેન વોર્ને ચાર મસાજ કરતી મહિલાઓને રિસોર્ટમાં બોલાવી હતી. શુક્રવારે બપોરે 1:53 કલાકે ચાર મહિલાઓ રિસોર્ટમાં આવી હતી. જેમાંથી બે શેન વોર્નના રૂમમાં ગઈ અને બાકીની બે તેના મિત્રો પાસે ગઈ. સીસીટીવી કેમેરા મુજબ તમામ મહિલાઓ બપોરે 2.58 વાગ્યે રિસોર્ટમાંથી નીકળી હતી. બે કલાક અને 17 મિનિટ પછી એટલે કે 5:15 મિનિટે શેન વોર્ન પહેલીવાર બેભાન જોવા મળ્યો, ત્યારબાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો.
આ સમાચાર પણ વાંચો : ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો પેનડ્રાઈવ બોમ્બ કરશે ધમાકો? શું ઠાકરે સરકાર ભાજપના નેતાઓ વિરુદ્ધ ષડયંત્ર રચી રહી છે? જાણો વિગતે
નેશનલ પોલીસના ડેપ્યુટી પ્રવક્તાએ જણાવ્યું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ શેન વોર્નના પરિવાર અને ઓસ્ટ્રેલિયાના દૂતાવાસને મોકલી દેવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે વોર્નના પરિવારને તેમાં કોઈ શક નહોતો કે તેમનું મોત કુદરતી કારણોથી થયુ છે. આ સિવાય પોલીસે જણાવ્યું કે, કોઈ પણ પ્રકારનો ઝઘડો થયો હોવાના નિશાન નથી કે પછી સામાન ચોરાયાની પણ ફરિયાદ થઈ નથી. આ ઉપરાંત હોસ્પિટલે પણ જણાવ્યું છે કે તેમનું મોત કુદરતી કારણોથી થયું છે.
ક્રિકેટરના ડાયટ મેનેજરે ખુલાસો કર્યો છે કે, ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર રજાઓ પર જવાના બે અઠવાડિયા પહેલા માત્ર લિક્વિડ ડાયટ લઈ રહ્યા હતા અને તેમને છાતીમાં પીડા થઈ હતી અને પરસેવો થવાની ફરિયાદ કરી હતી. એર્સકિને કહ્યું, તેઓ વિચિત્ર ડાયટ પર રહેતા હતા. હાલમાં જ તેઓ 14 દિવસ સુધી માત્ર લિક્વિડ ડાયટ લેતા હતા. જેમાં તેઓ બ્લેક અને ગ્રીન જ્યૂસ જ લેતા હતા. આખું જીવન તેઓ સિગરેટ પીતા રહ્યા. મને લાગે છે તેમને હાર્ટ એટેક જ આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : મહામારીને લઈને નવી ભવિષ્યવાણી… જો ભારતમાં આવું ન થાય તો જ કોરોનાની ચોથી લહેર આવવાની શક્યતા નહિવત
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર રાજકીય સન્માન સાથે મહાન સ્પિનર શેન વોર્નના અંતિમ સંસ્કાર કરવામાં આવશે, જેમાં એક લાખ લોકો ભેગા તેવી સંભાવના છે. આ પછી સાર્વજનિક શોકસભાનું આયોજન કરવામાં આવશે. MCG વોર્નનું સૌથી વધુ ગમતું મેદાન હતું. તેઓએ 1994માં આ જ મેદાન પર ઈંગ્લેન્ડ સામેની બોક્સિંગ-ડે ટેસ્ટમાં હેટટ્રિક લીધી હતી. MCG મેદાન બહાર શેન વોર્નનું પૂતળું લગાવાયું છે અને તેમના નિધન બાદ અહીં તેમના ફેન્સની ભીડ જામી રહી છે. MCGના સ્ટેન્ડનું નામ એસકે વોર્ન રાખવાનો નિર્ણય લેવાયો છે.