IPL 2026 Auction: IPL 2026 માટે રણમેદાન તૈયાર! ઓક્શન પછી કઈ ટીમ કેટલી શક્તિશાળી? જુઓ તમામ 10 ટીમોના લેટેસ્ટ લિસ્ટ.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માટેની મિની હરાજી અબુ ધાબીમાં સંપન્ન થઈ છે. આ ઓક્શનમાં કુલ 215.45 કરોડ રૂપિયા ખર્ચાયા હતા. હરાજી બાદ તમામ 10 ટીમો હવે સંતુલિત દેખાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના કેમરન ગ્રીન 25.20 કરોડ રૂપિયા સાથે આઈપીએલ ઈતિહાસના સૌથી મોંઘા વિદેશી ખેલાડી બન્યા છે, જ્યારે ભારતીય અનકેપ્ડ ખેલાડીઓ પર પણ કરોડોનો વરસાદ થયો છે

by samadhan gothal
IPL 2026 Auction IPL 2026 માટે રણમેદાન તૈયાર! ઓક્શન પછી કઈ ટીમ કેટલી શક્તિશાળી

News Continuous Bureau | Mumbai

IPL 2026 Auction આઈપીએલ 2026 માટે ખેલાડીઓની મિની હરાજી મંગળવારે અબુ ધાબીમાં યોજાઈ હતી. આ હરાજીમાં કુલ 77 ખેલાડીઓ વેચાયા હતા. હવે ફેન્સની નજર આગામી સીઝન પર છે, જે 26 માર્ચથી 31 મે દરમિયાન રમાશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) પોતાનું ટાઈટલ ડિફેન્ડ કરવા ઉતરશે.

હરાજીના ‘મોંઘા’ સ્ટાર્સ

આ ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ કેમરન ગ્રીનને 25.20 કરોડ માં ખરીદીને ઇતિહાસ રચ્યો હતો. બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ ઘરઆંગણાની પ્રતિભા પર દાવ લગાવતા પ્રશાંત વીર અને કાર્તિક શર્મા ને 14.20-14.20 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.

તમામ 10 ટીમોના ફાઈનલ સ્ક્વોડ

હરાજી બાદ તમામ ટીમોના સ્ક્વોડ નીચે મુજબ છે:

  • ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK): ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), એમએસ ધોની, સંજુ સેમસન (ટ્રેડ), પ્રશાંત વીર, કાર્તિક શર્મા, શિવમ દુબે, નૂર અહેમદ સહિત 25 ખેલાડીઓ.
  • રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): રજત પાટીદાર (કેપ્ટન), વિરાટ કોહલી, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, ફિલ સોલ્ટ, જીતેશ શર્મા સહિત 25 ખેલાડીઓ.
  • મુંબઈ ઇન્ડિયન્સ (MI): હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ, ક્વિન્ટન ડી કોક સહિત 25 ખેલાડીઓ.
  • કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): કેમરન ગ્રીન, રિંકુ સિંહ, સુનીલ નરેન, વરુણ ચક્રવર્તી, અજિંક્ય રહાણે, રચિન રવિન્દ્ર સહિત 25 ખેલાડીઓ.
  • ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), રાશિદ ખાન, જોસ બટલર, મોહમ્મદ સિરાજ, કાગીસો રબાડા, વોશિંગ્ટન સુંદર સહિત 25 ખેલાડીઓ.
  • લખનૌ સુપર જાયન્ટ્સ (LSG): ઋષભ પંત (કેપ્ટન), નિકોલસ પૂરન, મોહમ્મદ શમી (ટ્રેડ), મયંક યાદવ, અર્જુન તેંડુલકર (ટ્રેડ) સહિત 25 ખેલાડીઓ.
  • પંજાબ કિંગ્સ (PBKS): શ્રેયસ અય્યર (કેપ્ટન), યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, માર્કસ સ્ટોઈનિસ, માર્કો યાનસેન સહિત 25 ખેલાડીઓ.
  • રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જાયસ્વાલ, રવિન્દ્ર જાડેજા (ટ્રેડ), સેમ કરન (ટ્રેડ), જોફ્રા આર્ચર, સંદીપ શર્મા સહિત 25 ખેલાડીઓ.
  • દિલ્હી કેપિટલ્સ (DC): અક્ષર પટેલ (કેપ્ટન), કેએલ રાહુલ, મિચેલ સ્ટાર્ક, ટી. નટરાજન, કુલદીપ યાદવ, પૃથ્વી શો સહિત 25 ખેલાડીઓ.
  • સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH): પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ઈશાન કિશન, હેનરિક ક્લાસેન, હર્ષલ પટેલ, અભિષેક શર્મા સહિત 25 ખેલાડીઓ.

આ સમાચાર પણ વાંચો: Insurance sector 100% FDI: ઇન્શ્યોરન્સ સેક્ટરમાં મોટો ધડાકો! 100% FDI ને લીલી ઝંડી, જાણો તમારા પ્રીમિયમ અને ક્લેમ સેટલમેન્ટ પર શું થશે અસર

અનકેપ્ડ ખેલાડીઓનો દબદબો

આ હરાજીમાં 6 અનકેપ્ડ ખેલાડીઓએ મહેફિલ લૂંટી હતી. કાર્તિક શર્મા અને પ્રશાંત વીર ઉપરાંત આકિબ નબીને પણ 8.40 કરોડ રૂપિયા મળ્યા હતા, જે દર્શાવે છે કે આઈપીએલ ટીમો હવે યુવા ભારતીય પ્રતિભા પર વધુ ભરોસો કરી રહી છે.

Join Our WhatsApp Community

You may also like