ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ડિસેમ્બર 2021
સોમવાર.
ભારતના સૌથી સફળ બોલરોમાંના એક હરભજન સિંહે ગત શુક્રવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જ્યારથી ભજ્જીની નિવૃત્તિની ઘોષણા થઈ છે, ત્યારથી સતત એવી અટકળો ચાલી રહી છે કે તે રાજકારણમાં પ્રવેશ કરી શકે છે. હવે હરભજન સિંહે આ અટકળો પર પોતાનો જવાબ આપ્યો છે.
ક્રિકેટમાંથી રિટાયર્ડ થયા બાદ હરભજન સિંહ જાલંધરની પિચ પર પહોચ્યાં જ્યાં તેમણે પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી તે મેદાનમાં જઈને પિચને નમન કર્યું. આ પીચ પરથી જ ભજ્જીએ બોલિંગ શીખી હતી. આ દરમિયાન ભજ્જીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે તે રાજકારણના ક્ષેત્રમાં જવા માટે હાલ તૈયાર નથી. તેમણે કહ્યું કે મારી આદત છે કે પ્રિપેયર થયા વગર હું ક્યાંય પણ જતો નથી. રાજનીતિ એક મોટો સબ્જેક્ટ છે. હજી આ મુદ્દે વિચાર્યું નથી. મારા ઘણા મિત્રો રાજકારણની પાર્ટીઓમાં છે હું તેમને મળું તો એનો અર્થ એ નથી કે હું રાજકારણમાં જઈશ.
સાવધાન! મુંબઈગરા માટે આગામી 15 દિવસ જોખમી, મુંબઈ મનપા હાઈ એલર્ટ પર; જાણો વિગત
આગળ હરભજને કહ્યું કે જ્યારે પણ રાજકારણમાં આવવું હશે તો હું જાતે જ એલાન કરીશ અને ચૂંટણીના મેદાનમાં ઉતરીશ. તેમણે કહ્યું કે બીજું ચેપ્ટર તેમની જિંદગી પર લખેલી એક પુસ્તક છે, જે ટૂંક સમયમાં બજારમાં આવશે. અત્યારે તેઓ ક્રિકેટમાં સંન્યાસ લઈને સમગ્ર સમય પોતાના પરિવાર અને સંબંધીઓ સાથે વિતાવવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે ૨૨-૨૩ વર્ષ દેશ માટે ક્રિકેટ રમવા તેઓ એટલા વ્યસ્ત થઈ ગયા હતા કે પોતાના પરિવાર પાછળ સમય ના વિતાવી શક્યા. હવે તેઓ પરિવાર સાથે સારો સમય વિતાવશે.
હાલમાં જ ભજ્જીને જ્યારે નવજાેત સિંહ સિદ્ધુ દ્વારા તેમનો ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ કરીને રાજકારણમાં એન્ટ્રીની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી તો તેમણે કહ્યું કે રાજકારણ વિશે કોઈ ચર્ચા નથી થઈ. માત્ર રમત વિશે વાત થઈ. શેરી પાજી (નવજાેત સિંહ સિદ્ધુ) અમારા આદર્શ છે. અમે તેમને જાેઈને જ રમતા શીખ્યા છે. તેમની સાથે રમ્યા પણ છે. તે જ જૂની યાદો વિશે વાતચીત થઈ હતી. સાથે પંજાબમાં રમત-ગમતને પ્રોત્સાહનને લગતી ચર્ચાઓ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે હરભજને ક્રિકેટને અલવિદા કહીને જિંદગી નું બીજું ચેપ્ટર શરૂ કરવાની જાહેરાત કરી હતી ત્યાર બાદથી જ તેમના રાજકારણમાં એન્ટ્રી લેવાની અટકળો વહેતી થઈ હતી.