ભારતીય ક્રિકેટર બંધુઓ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાનું તેમના ઘરે અચાનક હાર્ટ એટેકથી નિધન થયું છે.
પિતાના આકસ્મિક નિધનને પગલે કૃણાલ પંડ્યા સૈયદ મુસ્તાક અલી ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટ છોડી વડોદરા આવવા રવાના થઈ ગયો છે.
ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા પણ બપોર સુધીમાં વડોદરા આવી પહોંચશે.