ગુજરાત ટાઇન્ટસના સુકાની હાર્દિક પંડ્યાએ પણ કરી મોટી ભૂલ, હવે ચૂકવવો પડશે આટલા લાખ રૂપિયાનો દંડ..

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને સ્લો ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે

by kalpana Verat
ગુજરાત ટાઇન્ટસના સુકાની હાર્દિક પંડ્યાએ પણ કરી મોટી ભૂલ, હવે ચૂકવવો પડશે આટલા લાખ રૂપિયાનો દંડ..

 News Continuous Bureau | Mumbai

13મી એપ્રિલ 2023ના રોજ મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન IS બિન્દ્રા સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની મેચ દરમિયાન ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને સ્લો ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે.

આઇપીએલની આચાર સંહિતા હેઠળ ન્યૂનતમ ઓવર-રેટના ગુનાઓ સંબંધિત આ સિઝનમાં તેની ટીમનો પ્રથમ ગુનો હોવાથી પંડ્યાને રૂ. 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ગુજરાતની જીત

મેચની વાત કરીએ તો આ મેચમાં ગુજરાતે પંજાબને 6 વિકેટે હરાવ્યું હતું. મેચમાં પ્રથમ બેટિંગ કરતા પંજાબે મેથ્યુ શોર્ટ (36), ભાનુકા રાજપક્ષે (20), જીતેશ શર્મા (25), સેમ કરણ (22) અને શાહરૂખ ખાન (22)ની ટૂંકી ઇનિંગ્સની મદદથી 20 ઓવરમાં 8 વિકેટે 153 રન બનાવ્યા હતા.

આ ખેલાડીઓએ તાકાત બતાવી

જવાબમાં ગુજરાતે 19.5 ઓવરમાં 4 વિકેટે 154 રન બનાવ્યા હતા અને ઓપનર શુભમન ગિલ (67)ની શાનદાર અડધી સદી અને રિદ્ધિમાન સાહા (30) અને ડેવિડ મિલર (અણનમ 17)ની મહત્વપૂર્ણ ઇનિંગ્સને કારણે 6 વિકેટે મેચ જીતી લીધી હતી.

Join Our WhatsApp Community

You may also like