News Continuous Bureau | Mumbai
Hardik Pandya: T20 વર્લ્ડકપની ફાઇનલમાં ભારતીય ટીમે ( Team India ) દક્ષિણ આફ્રિકાને સાત રને હરાવ્યું હતું. આ જીત સાથે જ ભારતીય ટીમના વર્લ્ડ કપમાં ઘણા વર્ષના દુષ્કાળનો અંત આવ્યો હતો. મેચની આખરી ઓવર ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ નાંખી હતી. છેલ્લી ઓવરમાં દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 6 બોલમાં 16 રનની જરૂર હતી. આ વખતે હાર્દિક પંડ્યા ખરા અર્થમાં ટીમ ઇન્ડિયાનો તારણહાર બન્યો હતો.
હાર્દિકે છેલ્લી ઓવરમાં ચુસ્ત બોલિંગ કરીને ભારતીય ટીમને જીત અપાવી હતી. આખરી બોલ બાદ ભારતની જીત નિશ્ચિત થયા બાદ બાર્બાડોસના મેદાન પર માત્ર એક જ સેલિબ્રેશન જોવા મળ્યું હતુ. આ બોલ બાદ હાર્દિક પંડ્યાની આંખમાં અશ્રુ આવી ગયા હતા. આ બાદ હાર્દિક પંડ્યા ( Hardik Pandya T20 ) લાંબા સમયથી મેદાન પર રડતો રહ્યો હતો. હાર્દિક પંડ્યાના આંસુ અટક્યા નહીં. આનું એક ખાસ કારણ પણ હતું. હાર્દિક પંડ્યા માટે છેલ્લા છ મહિના થોડા પડકારજનક રહ્યા હતા. હાર્દિક પંડ્યા ક્રિકેટ અને અંગત જીવનમાં સંઘર્ષ કરી રહ્યો હતો. એટલે જ છેલ્લી ઓવરમાં ભારત જીત્યા બાદ હાર્દિકની આંખો આંસુથી ભરાઈ ગઈ હતી.
Finally my man broke the silence 🥹#hardikpandya #hardik @hardikpandya7 pic.twitter.com/dZJM1jEhj2
— crx3r 🤴🏾 (@lmao_crx3r) June 29, 2024
Hardik Pandya: ગઈકાલે ફાઈનલમાં જીત બાદ હાર્દિક પંડયા ખુબ જ ભાવુક થઈ ગયો હતો…
ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ ( T20 World Cup ) જીત્યા બાદ હાર્દિક પંડ્યાએ પોતાના મનની વાત કહી હતી. આઈપીએલની ( IPL ) આ સિઝનમાં રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સ ( Mumbai Indians ) ટીમની કેપ્ટનશિપમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. આ નિર્ણય માટે હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોના ગુસ્સાનો ( Trolled ) સામનો કરવો પડ્યો હતો. આઇપીએલ ટુર્નામેન્ટમાં પણ હાર્દિકનો દેખાવ સારો રહ્યો નહતો અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમને પણ લય મળી શકી નહતી. આ બધા માટે હાર્દિક પંડ્યાની ભારે ટીકા થઈ હતી. તેની ફિટનેસ અને પર્ફોમન્સના તમામ મુદ્દાઓને ટાંકીને ઘણાએ હાર્દિકને વર્લ્ડકપ માટેની ભારતીય ટીમમાં સામેલ કરવો જોઈએ કે નહિ તે અંગે શંકા વ્યક્ત કરી હતી. જો કે આ બધા પર હાર્દિક પંડ્યાએ કોઈ પ્રતિક્રિયા આપી નહતી.
આ સમાચાર પણ વાંચો: Shani Dev : આજથી શનિ ગ્રહની થશે વક્રી ગતિ, આ રાશિઓ માટે 5 મહિના સુધીનો સમય રહેશે વરદાન.. જાણો 12 રાશિઓ પર કેવી રહેશે અસર…
જોકે, ગઈકાલે ફાઈનલમાં ( T20 World Cup Final ) જીત બાદ હાર્દિક પંડયા ખુબ જ ભાવુક થઈ ગયો હતો. આ બાદ તેણે નિવેદન આપતા કહ્યું હતું કે, આ જીતનો ઘણો અર્થ છે. અમે ખૂબ જ ભાવુક છીએ, અમે સખત મહેનત કરી રહ્યા હતા પરંતુ કંઈક ખૂટતું હતું. પરંતુ આજે અમે તે જ કર્યું જેની આખા દેશને જરૂર હતી. છેલ્લા છ મહિનાને જોતાં આ જીત મારા માટે ખાસ મહત્વની છે. મારી સાથે કેટલીક બાબતો ખોટી પડી. તે સમય દરમિયાન હું એક શબ્દ પણ બોલ્યો નહીં. પરંતુ હું જાણતો હતો કે જો હું સખત મહેનત કરતો રહીશ, તો હું ઝળકીશ અને મારે જે જોઈએ છે તે પ્રાપ્ત કરીશ. તે તક મળવી એ વધુ ખાસ છે, એમ હાર્દિકે જણાવ્યું હતું.
અમે હંમેશા માનતા હતા કે અમારી વ્યુહરચનાને યોગ્ય રીતે અમલમાં મૂકવાની અને શાંત રહેવાની અને દક્ષિણ આફ્રિકાની ટીમ પર દબાણ લાવવાની જરૂર છે. તેનો શ્રેય પાંચ બોલરોને જાય છે. જેમણે જીત માટે છેલ્લી પાંચ ઓવરમાં બોલિંગ કરી હતી. આ વખતે બોલિંગ કરતી વખતે મારા મગજમાં હંમેશા એ વાત હતી કે જો અમે શાંત નહીં રહીએ તો હું જે ઇચ્છું છું તે નહીં કરી શકું. જ્યારે હું દરેક બોલ ફેંકતો ત્યારે હું મારું ૧૦૦ ટકા આપવા માંગતો હતો. પંડ્યાએ કહ્યું કે, હું હંમેશા દબાણમાં રમવાનું પસંદ કરું છું.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)