News Continuous Bureau | Mumbai
Hardik Pandya: ભારતીય ટીમ ( Team India ) સોમવારે 3 T20 અને 3 ODI મેચોની શ્રેણી માટે શ્રીલંકા રવાના થાય તે પહેલા નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરે અને મુખ્ય પસંદગીકાર અજીત આગરકર સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન બંને દિગ્ગજોએ અનેક સવાલોના જવાબ આપ્યા હતા. જેમાં મુખ્ય પસંદગીકાર આગરકરે જણાવ્યું કે શા માટે સૂર્યકુમાર યાદવને T20 ઈન્ટરનેશનલનો કેપ્ટન બનાવવામાં આવ્યો અને હાર્દિક પંડ્યા પહેલા આકાશને શા માટે પ્રાધાન્ય આપવામાં આવ્યું?
આગરકરે ( Ajit Agarkar ) કેપ્ટન વિશેના સવાલ પર જવાબ આપતા કહ્યું હતું કે, કેપ્ટન એવો હોવો જોઈએ કે જેણે વધુમાં વધુ મેચ રમી હોય, તેથી સૂર્યકુમાર યાદવને ( Suryakumar Yadav ) કેપ્ટન બનાવવામાં આવ્યો. જ્યાં સુધી હાર્દિક પંડ્યાની વાત છે, તે અમારી ટીમનો ( Team India captain ) મહત્વનો ખેલાડી છે. પરંતુ તેની ફિટનેસમાં ઘણી વખત સમસ્યા રહે છે. અમે ઈચ્છીએ છીએ કે તે સારુ પ્રદર્શન કરે. જો કે, જો આપણે માત્ર ફિટનેસ પર જ નહીં પરંતુ કેપ્ટનશિપના આંકડાઓ પર પણ નજર કરીએ તો, સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ હાર્દિક પંડ્યા કરતા સારો છે.
Hardik Pandya: કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવની જીતની ટકાવારી 71.42 છે, જે હાર્દિક પંડ્યા કરતા વધુ સારી છે…
હાર્દિક પંડ્યાએ 16 T20 ઈન્ટરનેશનલ મેચોમાં ( T20 International ) ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી છે. આ દરમિયાન ટીમે 10માં જીત મેળવી હતી અને 5માં હારનો સામનો કરવો પડ્યો હતો. તો 1 મેચ ટાઈ રહી હતી. T20 ઈન્ટરનેશનલમાં કેપ્ટન તરીકે હાર્દિકની જીતની ટકાવારી 62.50 છે.
આ સમાચાર પણ વાંચો : Social Media Impact: સોશિયલ મિડીયાના વધુ પડતા ઉપયોગથી કિશોરોની ઉંઘની પેર્ટન પર માઠી અસર પડે છેઃ રિપોર્ટ.. જાણો વિગતે..
બીજી તરફ, સૂર્યકુમાર યાદવે અત્યાર સુધી 7 T20 મેચોમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે. આ સમયગાળા દરમિયાન મેન ઇન બ્લુએ 5 મેચ જીતી છે અને 5માં હારનો પણ સામનો કરવો પડ્યો છે. કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવની જીતની ટકાવારી 71.42 છે, જે હાર્દિક પંડ્યા કરતા વધુ સારી છે.
સુર્યાને હાલ ડ્રેસિંગ રૂમમાં પણ પસંદ કરવામાં આવે છે અને સૂર્યા ક્રિકેટ પણ જાણે છે. તે હાલમાં T20 ક્રિકેટમાં શ્રેષ્ઠ બેટ્સમેન તરીકે ઉભરી આવ્યો છે; આ ઉપરાંત અમે એક એવો કેપ્ટન ઇચ્છતા હતા જે તમામ મેચો માટે ઉપલબ્ધ હોય અને તેથી સૂર્યા આમાં શ્રેષ્ઠ T20 કેપ્ટન છે.