ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑક્ટોબર, 2021
બુધવાર
ભારતીય હોકી ટીમ 2022માં યોજાનારી બર્મિંગહામ ખાતેની કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેશે નહીં.
ભારતે કોમનવેલ્થ ગેમ્સ હોકીમાંથી પોતાની એન્ટ્રી પરત ખેંચી લેવાનો નિર્ણય લીધો છે. ઇંગ્લેન્ડમાં પ્રવાસીઓ પરના વિવિધ નિયંત્રણોને કારણે આ નિર્ણય લેવાયો છે.
હોકી ઇન્ડિયાએ આ અંગે કારણ આપ્યું કે બર્મિંગહામ ગેમ્સ (28 જુલાઈથી આઠમી ઓગસ્ટ) અને હેંઝાઉ એશિયન ગેમ્સ (10થી 25મી સપ્ટેમ્બર) વચ્ચે માત્ર 32 દિવસનો સમયગાળો છે.
આ સંજોગોમાં કોરોનાની મહામારીમાં સૌથી વધુ અસરગ્રસ્ત બ્રિટનમાં ખેલાડીઓને મોકલવાનું ફેડરેશન જોખમ લઈ શકે નહીં.
નોંધપાત્ર છે કે, એક દિવસ પહેલા જ ઈંગ્લેન્ડે આ જ કારણો આગળ ધરીને ભારતમાં યોજાનારા જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી.
ક્રિકેટપ્રેમીઓ માટે માઠા સમાચાર, આ દિવસે ધોની આઇપીએલ છોડી દેશે ; જાણો વિગતે