Site icon

T20 WCમાં બે હારથી પાકિસ્તાન મુકાઈ ગયુ મુશ્કેલીમાં- વર્લ્ડ કપમાંથી લગભગ બહાર- જાણો હવે સેમિફાઇનલમાં કઈ રીતે પહોંચી શકે

News Continuous Bureau | Mumbai

ટી-20 વર્લ્ડ કપમાં(T20 World Cup) ઝિમ્બાબ્વેએ(Zimbabwe) પાકિસ્તાનને(Pakistan) માત્ર એક રનથી હરાવી સૌથી મોટો ઉલટફેર કર્યો છે.  ગઈકાલે (ગુરુવારે) પર્થમાં રમાયેલી મેચમાં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને 131 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ તે આઠ વિકેટે 129 રન જ બનાવી શક્યું હતું. મહત્વનું છે કે વર્તમાન ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની આ સતત બીજી હાર છે. આ પહેલા પ્રથમ મેચમાં પાકિસ્તાનને ભારત સામે ચાર વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. 

Join Our WhatsApp Community

હવે પાકિસ્તાનની ઝિમ્બાબ્વે સામેની હાર બાદ પાકિસ્તાન માટે વર્લ્ડકપનો આગળનો પ્રવાસ ખૂબ જ મુશ્કેલીભર્યો રહેશે. કારણ કે પાકિસ્તાનની ટીમ આ વર્લ્ડ કપમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. પરંતુ તેમ છતાં તેમની આશા જીવંત રહેશે. જો સાઉથ આફ્રિકાની(South Africa) ટીમ હવેની તેની બધી જ મેચ હારે અને પાકિસ્તાન તેની બધી જ મેચ જીતે, તો જ તેઓ સેમિફાઈનલની રેસમાં જીવંત રહેશે. જોકે સાઉથ આફ્રિકાના રનરેટને જોતા પાકિસ્તાન માટે સેમિફાઈનલની રાહ મુશ્કેલ લાગે છે.

  આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરના આ વિસ્તારમાં સવાર સવારમાં ફાટી નીકળી ભીષણ આગ- ફાયર બ્રિગેડની બે ચાર નહીં પણ 8 ગાડીઓ પહોંચી ઘટના સ્થળે- જુઓ વિડીયો 

IPL Name Controversy: BCCI વિરુદ્ધ કેરળ હાઈકોર્ટમાં ગંભીર આક્ષેપો, આઈપીએલના નામકરણને લઈને શું આવ્યો મોટો ચુકાદો? જાણો સંપૂર્ણ વિગત.
Kavya Maran Controvery: પાકિસ્તાની સ્પિનરને ટીમમાં લેતા જ કાવ્યા મારન મુશ્કેલીમાં: સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ; સોશિયલ મીડિયા પર ફેન્સનો ભારે વિરોધ
Hardik Pandya FIR : હાર્દિક પંડ્યા વિવાદમાં સપડાયો, તિરંગાના અપમાનના મામલે પુણેમાં ફરિયાદ દાખલ; શું વધશે સ્ટાર ઓલરાઉન્ડરની મુશ્કેલી
IPL 2026 Schedule Out: જાહેર થયું આઈપીએલ ૨૦૨૬નું ટાઈમ ટેબલ, RCB vs SRH વચ્ચે પ્રથમ મેચ; જાણો ક્યારે અને ક્યાં રમાશે તમારી ફેવરિટ ટીમની મેચ?
Exit mobile version