News Continuous Bureau | Mumbai
ટી-20 વર્લ્ડકપ(T-20 World Cup) પહેલા ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ(Australia and England) વચ્ચે સીરિઝ રમાઇ રહી છે. પ્રથમ ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન(Captain of Australia) એરોન ફિંચે(Aaron Finch) કઇક એવુ કહી દીધુ જે સ્ટમ્પ માઇક(Stump Mike) પર રેકોર્ડ થઇ ગયુ હતુ. હવે આઇસીસી(ICC) દ્વારા તેની પર દંડ ફટકારવામાં આવ્યો છે અને તેના પર વર્લ્ડકપની(World Cup) બહાર થવાનો ખતરો છે.
ઇંગ્લેન્ડ વિરુદ્ધ પર્થમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં અપશબ્દ કહેવાને (Swearing) લઇને ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિંચ પર દંડ ફટકારવામાં આવ્યો છે. એરોન ફિંચને આઇસીસી નિયમના ઉલ્લંઘન(rule violation) કરવાનો દોષી માનવામાં આવ્યો છે. આઇસીસી દ્વારા નિવેદન અનુસાર, ઇંગ્લેન્ડની ઇનિંગની 9મી ઓવરમાં એરોન ફિંચે કઇક એવુ કહ્યુ કે જે સ્ટમ્પ માઇક પર રેકોર્ડ થઇ ગયુ હતુ. આ કારણે એરોન ફિંચને આઇસીસી કોડ ઓફ કંડક્ટ આર્ટિકલ 2.3 ઉલ્લંઘનનો દોષી ગણવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : આ ગુજરાતી વ્યક્તિ બની શકે છે BCCIના અધ્યક્ષ-અમીત શાહની આંખોના તારા છે- બીસીસીઆઈ ફરી મળી મહત્વની બેઠક
એરોન ફિંચે આ આરોપોને સ્વીકાર કરી લીધા છે અને તેને લઇને તેના અનુશાસન રેકોર્ડમાં એક પોઇન્ટ નોંધાઇ ગયો છે. જો તે આ રીતનું કોઇ કામ કરે છે તો તેની પર એક્શન લેવામાં આવી શકે છે.
મહત્વપૂર્ણ છે કે બે વર્ષમાં એરોન ફિંચ દ્વારા કરવામાં આવેલુ આ પ્રથમ ઓફેન્સ છે પરંતુ હજુ પણ તેની પર ખતરો છે. કારણ કે આઇસીસીના નિયમ અનુસાર જો કોઈ ખેલાડીએ અનુશાસનના રેકોર્ડમાં ચાર પોઇન્ટ કાપી લેવામાં આવે છે તો તે ખેલાડી પર પ્રતિબંધ પણ લાગી શકે છે. જો એરોન ફિંચ ફરી આવી ભૂલ કરે છે તો ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાઇ રહેલી સીરિઝ અથવા ટી-20 વર્લ્ડકપની પણ બહાર થઇ શકે છે. મહત્વપૂર્ણ છે કે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝમાં 2 ટી-20 મેચ બાકી છે, ઓસ્ટ્રેલિયા સીરિઝની પ્રથમ મેચ ગુમાવી ચુકી છે. એરોન ફિંચ જ ટીમ ઓસ્ટ્રેલિયાની ટી-20 વર્લ્ડ કપ 2022 દરમિયાન આગેવાની કરશે. 22 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમશે.