Site icon

ગાળ બોલીને ફસાયો ચેમ્પિયન ટીમનો કેપ્ટન- હવે ટી-20 વર્લ્ડકપની બહાર થવાનો ખતરો

Aaron Finch announces retirement from T20Is, ends Australia career

ભારત સામેની સીરિઝ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડીએ ક્રિકેટને કહ્યું અલવિદા…

News Continuous Bureau | Mumbai

ટી-20 વર્લ્ડકપ(T-20 World Cup) પહેલા ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ(Australia and England) વચ્ચે સીરિઝ રમાઇ રહી છે. પ્રથમ ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન(Captain of Australia) એરોન ફિંચે(Aaron Finch) કઇક એવુ કહી દીધુ જે સ્ટમ્પ માઇક(Stump Mike) પર રેકોર્ડ થઇ ગયુ હતુ. હવે આઇસીસી(ICC) દ્વારા તેની પર દંડ ફટકારવામાં આવ્યો છે અને તેના પર વર્લ્ડકપની(World Cup) બહાર થવાનો ખતરો છે.

Join Our WhatsApp Community

ઇંગ્લેન્ડ વિરુદ્ધ પર્થમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં અપશબ્દ કહેવાને (Swearingલઇને ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિંચ પર દંડ ફટકારવામાં આવ્યો છે. એરોન ફિંચને આઇસીસી નિયમના ઉલ્લંઘન(rule violation) કરવાનો દોષી માનવામાં આવ્યો છે. આઇસીસી દ્વારા નિવેદન અનુસાર, ઇંગ્લેન્ડની ઇનિંગની 9મી ઓવરમાં એરોન ફિંચે કઇક એવુ કહ્યુ કે જે સ્ટમ્પ માઇક પર રેકોર્ડ થઇ ગયુ હતુ. આ કારણે એરોન ફિંચને આઇસીસી કોડ ઓફ કંડક્ટ આર્ટિકલ 2.3 ઉલ્લંઘનનો દોષી ગણવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : આ ગુજરાતી વ્યક્તિ બની શકે છે BCCIના અધ્યક્ષ-અમીત શાહની આંખોના તારા છે- બીસીસીઆઈ ફરી મળી મહત્વની બેઠક

એરોન ફિંચે આ આરોપોને સ્વીકાર કરી લીધા છે અને તેને લઇને તેના અનુશાસન રેકોર્ડમાં એક પોઇન્ટ નોંધાઇ ગયો છે. જો તે આ રીતનું કોઇ કામ કરે છે તો તેની પર એક્શન લેવામાં આવી શકે છે.

મહત્વપૂર્ણ છે કે બે વર્ષમાં એરોન ફિંચ દ્વારા કરવામાં આવેલુ આ પ્રથમ ઓફેન્સ છે પરંતુ હજુ પણ તેની પર ખતરો છે. કારણ કે આઇસીસીના નિયમ અનુસાર જો કોઈ ખેલાડીએ અનુશાસનના રેકોર્ડમાં ચાર પોઇન્ટ કાપી લેવામાં આવે છે તો તે ખેલાડી પર પ્રતિબંધ પણ લાગી શકે છે. જો એરોન ફિંચ ફરી આવી ભૂલ કરે છે તો ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાઇ રહેલી સીરિઝ અથવા ટી-20 વર્લ્ડકપની પણ બહાર થઇ શકે છે. મહત્વપૂર્ણ છે કે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝમાં 2 ટી-20 મેચ બાકી છે, ઓસ્ટ્રેલિયા સીરિઝની પ્રથમ મેચ ગુમાવી ચુકી છે. એરોન ફિંચ જ ટીમ ઓસ્ટ્રેલિયાની ટી-20 વર્લ્ડ કપ 2022 દરમિયાન આગેવાની કરશે. 22 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમશે.

Asia Cup 2025: શું ભારત અને પાકિસ્તાન ફરીથી સામસામે આવશે?
India Pakistan Match: હેન્ડશેક વિવાદ પર BCCIએ પાકિસ્તાનને આપ્યો સણસણતો જવાબ,બોર્ડ એ નિયમ પર આપી સ્પષ્ટતા
ENG vs SA T20I: ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, ભારતનો તોડ્યો આ રેકોર્ડ
Asia Cup 2025: એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી એક પણ ફાઈનલ મેચ કેમ નથી રમાઈ?
Exit mobile version