Site icon

મહિલા ક્રિકેટ વિશ્વકપનું શિડ્યૂલ જાહેર, ભારત અને પાકિસ્તાન વચ્ચે આ તારીખે જામશે ટક્કર, જાણો પુરુ શિડ્યૂલ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 16 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

કોવિડ પછી મહિલા વર્ગમાં આ પ્રથમ ICC ટૂર્નામેન્ટ હશે. કોવિડ પહેલા ICCએ જાન્યુઆરી-૨૦૨૦ માં મહિલા T20 વર્લ્‌ડ કપનું આયોજન કર્યું હતું. આ ટુર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં રમાઈ હતી. ભારતે આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ ઓસ્ટ્રેલિયા સામે તેનો પરાજય થયો હતો. તે જ સમયે, છેલ્લો ર્ંડ્ઢૈં વર્લ્‌ડ કપ ૨૦૧૭ માં ઇંગ્લેન્ડમાં રમાયો હતો. આ ટૂર્નામેન્ટમાં પણ ભારતે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી પરંતુ તેને યજમાન ઇંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.લીગ રાઉન્ડની તમામ મેચો પૂર્ણ થયા બાદ ટોચની ૪ ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. પ્રથમ સેમિફાઇનલ ૩૦ માર્ચે વેલિંગ્ટનમાં બેસિન રિઝર્વ ખાતે અને બીજી સેમિફાઇનલ ૩૧ માર્ચે ક્રાઇસ્ટચર્ચના હેગ્લે ઓવલ મેદાન પર રમાશે. ફાઈનલ મેચ ૩જી એપ્રિલે રમાશે. સેમિ-ફાઇનલ અને ફાઇનલ બંને માટે રિઝર્વ ડે હશે.ICC એ આવતા વર્ષે ન્યુઝીલેન્ડમાં યોજાનાર મહિલા ર્ંડ્ઢૈં વર્લ્‌ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વર્લ્‌ડ કપ ૪ માર્ચ ૨૦૨૨થી શરૂ થશે. પ્રથમ મેચ બે ઓવલ ખાતે યજમાન ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાશે. આ પછી હેમિલ્ટનના સેડન પાર્કમાં ૫ માર્ચે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે. બીજા દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. ૩૧ દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં કુલ ૩૧ મેચો રમાશે. આ વર્લ્‌ડ કપમાં આઠ ટીમો ભાગ લેશે. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત અને દક્ષિણ આફ્રિકાએ ૨૦૧૭ અને ૨૦૨૦ વચ્ચે ૈંઝ્રઝ્ર મહિલા ચેમ્પિયનશિપમાં તેમની સ્થિતિના આધારે ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય કર્યું છે. બીજી તરફ, ન્યુઝીલેન્ડને યજમાન બન્યા બાદ ઓટોમેટિક ક્વોલિફિકેશન મળ્યું છે. બાંગ્લાદેશ, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝે ર્ંડ્ઢૈં ટીમ રેન્કિંગના આધારે આ વર્લ્‌ડ કપમાં ક્વોલિફાય કર્યું છે. આ ટૂર્નામેન્ટ ગયા વર્ષે એટલે કે ૨૦૨૧માં આયોજિત થવાની હતી પરંતુ કોવિડને કારણે ૈંઝ્રઝ્રએ તેને સ્થગિત કરી દીધી હતી અને હવે આ વર્ષે આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ટુર્નામેન્ટ લીગ ફોર્મેટમાં રમાશે. તમામ આઠ ટીમો સામસામે ટકરાશે.

સાયબર ફ્રોડનો શિકાર બન્યા ભારતીય ક્રિકેટ ટીમના આ પૂર્વ ખેલાડી, એક લાખ રૂપિયાની થઈ છેતરપિંડી; જાણો વિગતે 

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version