News Continuous Bureau | Mumbai
IND v NZ: ભારતીય ટીમે પ્રથમ વનડે મેચમાં ન્યૂઝીલેન્ડને 12 રને હરાવ્યું છે. શુભમન ગિલની બેવડી સદીના દમ પર ભારતે 349 રનનો પહાડ ઉભો કર્યો હતો. પરંતુ શનિવારે બીજી મેચ પહેલા ICCએ ભારતને મોટો ઝટકો આપ્યો છે.
આઈસીસીએ હૈદરાબાદમાં પ્રથમ વનડેમાં સ્લો ઓવર માટે ટીમની મેચ ફીના 60 ટકા દંડ ફટકાર્યો છે. ICCના મેચ રેફરી એલિટ પેનલના વડા શ્રીનાથે આ કાર્યવાહી કરી છે. ICC ના નિયમ નંબર 2.22 મુજબ, ખેલાડીઓ નિર્ધારિત સમયમાં બોલિંગ કરવામાં નિષ્ફળ જાય તો તેમની પ્રત્યેક ઓવર માટે તેમની મેચ ફીના 20 ટકા દંડ કરવામાં આવે છે. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતે નિર્ધારિત સમયમાં ત્રણ ઓવર ઓછી ફેંકી હતી. એટલા માટે ટીમ ઈન્ડિયાને મેચ ફીના 60 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈની આરાધ્ય દેવી, મુંબા દેવી મંદિરની થશે કાયાપલટ.. પાલિકા ખર્ચશે અધધ આટલા કરોડ રૂપિયા.. જાણો શું છે સરકારની યોજના..
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ મેદાન પરના અમ્પાયર અનિલ ચૌધરી અને નીતિન મેનન, થર્ડ અમ્પાયર કેએન અનંતપદ્મનાભન અને ચોથા અમ્પાયર જયરામ મદન ગોપાલ દ્વારા લાદવામાં આવેલ ચાર્જનો સ્વીકાર કર્યો. તેથી, હવે આ મામલે કોઈ ઔપચારિક સુનાવણી થશે નહીં.
મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે શુભમન ગિલની બેવડી સદી બાદ 349 રન બનાવ્યા હતા. માઈકલ બ્રેસવેલે 78 બોલમાં 140 રન ફટકાર્યા તે પહેલા ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટે 131 રન બનાવી દીધું હતું. અંતે, ભારતે ન્યૂઝીલેન્ડને 49.2 ઓવરમાં 337 રનમાં આઉટ કરીને રોમાંચક મેચ 12 રને જીતી લીધી હતી. હવે સિરીઝની બીજી મેચ 21 જાન્યુઆરીએ એટલે કે આવતીકાલે રાયપુરમાં રમાશે.