News Continuous Bureau | Mumbai
ભારતીય ક્રિકેટ ટીમના(Indian cricket team) કેપ્ટન(Captain) કે એલ રાહુલ(KL Rahul) ઈજાગ્રસ્ત થયા છે. જેને કારણે તેઓ પોતે આફ્રિકા(Africa) ની સિરીઝમાં નહીં જઈ શકે. બીજી તરફ ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર કુલદીપ યાદવ(Spinner Kuldeep Yadav) પણ ઈજાગ્રસ્ત થઈ ગયા છે. આથી આ બંને ખેલાડીઓ ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો નહીં બને. મળતી જાણકારી મુજબ ઋષભ પંત(Rishabh Pant) ને ભારતીય ટીમના કપ્તાન બનાવવામાં આવશે. આ ઉપરાંત હાર્દિક પંડ્યા(Hardik Pandya) વાઈસ કેપ્ટન(Vice Captain) રહેશે. જો કે બીસીસીઆઈ(BCCI) દ્વારા હજી સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી કે કે એલ રાહુલ અને કુલદીપ યાદવ ના સ્થાને ક્રિકેટ ટીમમાં કોને સમાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ સિરીઝ પહેલાં જ ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી(Virat Kohli) અને મોજુદા કેપ્ટન રોહિત શર્મા(Rohit Sharma) બંનેને આરામ આપવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : ઇન્ડિયન વિમેન્સ ક્રિકેટને મોટો ફટકો- આ મહિલા ખેલાડીએ અચાનક ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
આમ ભારતીય ક્રિકેટ ટીમમાં હવે નવા ખેલાડીઓને ટેલેન્ટ દેખાડવાની તક મળી છે.